Connect Gujarat
ગુજરાત

નવસારીઃ વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર, ગોંયદી ગામના લોકોની વ્યથા

નવસારીઃ વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર, ગોંયદી ગામના લોકોની વ્યથા
X

સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારના ગામો પર વરસાદી પાણી આફત બન્યા

દક્ષિણ ગુજરાતમાં અનાધાર વરસાદે જનજીવન પર અસર વર્તાવી છે. ખાસ કરીને વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારના ગામો પર વરસાદી પાણી આફત બન્યા છે. કેટલાંગ ગામોમાં ઘરોમાં પણ પાણી આવી જતા લોકોનો જીવ તાળવે ચોંટ્યા છે.

ગઈકાલે નવસારીના ગણદેવી પંથકમાં પૂર સંકટ આવીને હાલ પૂરતું ટળી ગયું છે. ગણદેવી તાલુકાના કેટલાંક ગામોમાં આવેલા વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી જેના કારણે અહીંના લોકોએ જાહેર માર્ગો પર પોતાના વાહનો તેમજ ઢોર -ઢાંખર મુકવા મજબુર બન્યા હતા. હાલ પરિસ્થિતિ સામાન્ય તો બની છે. પરંતુ લોકોને હજુ પણ ઘણી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જે connect Gujarat મારફતે સ્થાનિકો પોતાને પડી રહેલ સમસ્યાની આપવીતી જણાવી રહ્યાં છે.

Next Story