Connect Gujarat
ગુજરાત

નવસારીમાં બોગસ ખેડુત બનીને કૃષિ લોન મેળવી બેંકને ચુનો ચોપડનારા ૩ સામે ફરિયાદ

નવસારીમાં બોગસ ખેડુત બનીને કૃષિ લોન મેળવી બેંકને ચુનો ચોપડનારા ૩ સામે ફરિયાદ
X

એક સાથે વધુ નાણા કમાવવા માટે લોકો શોર્ટકટ અપનાવતા જરા પણ ખચકાતા નથી. આવા લોકો બેન્કોને પણ છોડતા નથી. આવો જ એક કિસ્સો નવસારીના આશાનગર ખાતે આવેલી વિજયા બેંકમાં સામે આવ્યો છે. જેમાં બોગસ ખેડુત બનીને રૂ.૧૦ લાખની કૃષિ લોન મેળવી બેંકને ચુનો લગાડનારા ત્રણ શખ્સની સામે ફરિયાદ નોધાવતા નવસારી પોલીસે આરોપીની અટક કરી હતી.

નવસારીના આશાનગર ખાતે આવેલી વિજયા બેંકમાં ધીરૂ લક્ષ્મણ પટેલ તથા ભરત લક્ષ્મણ પટેલનું નામ ધારણ કરીને બે શખ્સોએ રૂમલા ગામે આવેલી જમીન ખાતા નં.-૮૩૧, રે.સર્વે.નં.-૩૪૭ તથા ૩૩૭ના ૭-૧૨ની નકલો આપી રૂ.૧૦,૦૦,૦૦૦ની કૃર્ષિ લોન મેળવી હતી. જો કે આ લોનના હપ્તા ન ભરાતા બેંકે ઉપરોક્ત લોન લેનાર બન્ને સામે નોટીસ તેના સરનામે મોકલતા આ બન્ને શખ્સોએ લોન લીધી જ ન હોવાનું અને આ સમય દરમ્યાન તેઓ બહાર હોવાનું જણાયુ હતુ. જેથી બેંકે કોઇ બે શખ્સે પુર્વયોજીત ગુનાહિત કાવતરૂ રચી બેંક સાથે છેતરપીડી કર્યાની ફરિયાદ લઇ તપાસ શરૂ કરી હતી. બાદમાં આ કેસની તપાસ નવસારી એલસીબીને સોપાય હતી. જેમાં આજરોજ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

એલસીબી પોલીસે આ પુછપરછમાં આરોપી પુર્વેશ પ્રફુલ્લ પટેલની સઘન પુછપરછ કરતા તેણે કલ્પેશ મહારાજ રહે. પરથાણગામે તેને રૂમલા ખાતે આવેલજમીન ખાતા નં.-૮૩૧ રે.સર્વે નં. ૩૪૭ તથા ૩૩૭ના ૭-૧૨ની નકલો તેમજ બીજા ડોક્યુમેન્ટો મેળવી આપેલાનું જણાવ્યુ હતુ. અને આ બન્નેએ સાથે મળીને રૂ.૧૦,૦૦,૦૦૦ની લોન લઇ તે પૈકી રૂ.૨,૪૦,૦૦૦ આરોપી પુર્વેશ પ્રફુલ્લ પટેલને તથા રૂ.૭,૦૦,૦૦૦ કલ્પેશ મહારાજ રહે. પરથાણ ગામે લીધેલા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તમામ આરોપીની અટકાયત કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આરોપીઓના નામ (૧) ભરત નાગર પટેલ (૨) યોગેશ વિનોદ દેસાઇ (૩) પુર્વેશ પ્રફુલ્લ પટેલ.

Next Story