Connect Gujarat
ગુજરાત

નવસારી : આજે ૩૨હજારથી વધુ સુરત જિલ્લાના પરીક્ષાર્થીઓ લોકરક્ષક દળની પરીક્ષા આપશે

નવસારી : આજે ૩૨હજારથી વધુ સુરત જિલ્લાના પરીક્ષાર્થીઓ લોકરક્ષક દળની પરીક્ષા આપશે
X

રાજ્યભરમાં આજે ફરી લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લામાં આજે ૩૨હજારથી વધુ સુરત જિલ્લાના પરીક્ષાર્થીઓ લોકરક્ષક દળની પરીક્ષા આપશે.

નવસારી જિલ્લાના ૭૭ કેન્દ્ર મળી ૩૨હજાર થી વધુ સુરત જિલ્લાના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા નવસારી ખાતે વહેલી સવારથી આવી પોહચ્યાં હતા. સાથે પરીક્ષાર્થીઓએ રાજ્યસરકાર દ્વારા પરીક્ષાર્થીઓ માટે કરવામાં આવેલ વાહનવ્યવહાર વ્યવસ્થા માટે આભાર માન્યો હતો. તેમજ ફેર પરીક્ષાને લઇ વધુ સમય મળતા પરીક્ષાને યોગ્ય ન્યાય અપાયાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ નવસારી જિલ્લા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ૨૫ રૂટ પ્રતિનીધી,૭૭ સરકારી પ્રતિનીધી બે DYSP, ૮ PI, ૨૪PSI,મળી ૨૦૦૦ વધુ પોલીસ જવાનો ફરજ બજાવશે.

Next Story