Connect Gujarat
ગુજરાત

નવસારી: ભાજપ કારોબારી અધ્યક્ષ બન્યા બેફામ,ધધાં ની અદાવતે કર્યું અપહરણ અને માર્યો ઢોરમાર

નવસારી: ભાજપ કારોબારી અધ્યક્ષ બન્યા બેફામ,ધધાં ની અદાવતે કર્યું અપહરણ અને માર્યો ઢોરમાર
X

સત્તાધારી ભાજપના સંગઠને નીચું જોવડાવતું કામ નવસારી જિલ્લાની બીલીમોરા પાલિકાના નગરસેવક અને કારોબારી અધ્યક્ષની મહત્વની જવાબદારી સાચવતા હરીશ ઓડ કર્યું.

સત્તાધારી ભાજપના સંગઠને નીચું જોવડાવતું કામ નવસારી જિલ્લાની બીલીમોરા પાલિકાના નગરસેવક અને કારોબારી અધ્યક્ષની મહત્વની જવાબદારી સાચવતા હરીશ ઓડ કર્યું છે ભાજપની આબરૂની પરવાહ કર્યા વગર આ તોફાની બારકસે અપહરણ કરીને ઢોરમાર મારવાની ગંભીર ભૂલ કરી હતી. જેના કારણે ભાજપના ફરાર તોફાનીને ગણદેવી પોલીસે ઝડપી પડ્યો છે.

તારીખ ૧૩ના સાંજે ભાજપ માંથી ચૂંટાઈને બીલીમોરા પાલિકામાં સત્તા પર બેસેલા હરીશ ઓડ ગણદેવીના જલારામ મંદિર પાસે આવેલ પોતાની ફોઈના દીકરાનું અપહરણ કરીને બીગરી ગામે લઇ જઈને ઢોરમાર માર્યો હતો. રેતી કપચીના ધંધાની હરીફાઈને લઈને અદાવત રાખવામાં આવી હતી. જે ઘટનામાં ફરિયાદી ઈસમે ૭ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી ૪ લોકોને તાત્કાલિક ઝડપી લીધા હતા. અને ૩ લોકો ફરાર થયા હતા. જેમનો મુખ્ય સૂત્રધાર ગણાતો ભાજપનો હરીશ ઓડને આજે ગણદેવી પોલીસે ગુનામાં વપરાયેલ કાર અને હથિયાર સહીત ઘરપકડ કરી છે. પોતાના સગાસંબંધીને ઉઠાવી જઈને ઢોરમાર માર્યો હતો. જેને લઈને ફરિયાદી હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજમાં ફાટીને ધુમાડો થયેલા ભાજપી કાર્યકર્તાઓને પાર્ટીનો ધાક રહ્યો નથી. અને બેફામ ગુંડાગીરીઓ પર ઉતરીને વિશ્વની સૌથી મોટી પાર્ટીની છબી પર કાળો ધબ્બો લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના મોભીઓ પાર્ટીમાં આવા તત્વોને સફાયો કરશે કે પછી પ્રોત્સાહન આપશે એ જોવું રહ્યું .

પકડાયેલા આરોપી..

1).મિતેષ હરીશ ઓડ

2).કિરણ ચીમન ઓડ

3). અરુણ ઠાકોર ઓડ

4).નિલેશ

5).હરીશ ચીમન ઓડ (કારોબારી અધ્યક્ષ બીલીમોરા પાલિકા )

6).ઠાકોર અંબેલાલ ઓડ

7).દલપત મોહન ઓડ

Next Story