Connect Gujarat
ગુજરાત

નવસારી : યુગાન્ડાના ખેલાડીઓએ ૨ મિનિટનું મૌન પાડી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

નવસારી : યુગાન્ડાના ખેલાડીઓએ ૨ મિનિટનું મૌન પાડી શહીદોને આપી શ્રદ્ધાંજલિ
X

જમ્મુ કશ્મીરના પુલવામાના અવંતિપોરામાં CRPF ના જવાનો પરના IED હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ સમગ્ર ઘટનામાં 40 જવાનો શહિદ થયા છે જયારે 40 થી વધુ જવાનો ઘાયલ થયા છે ત્યારે દેશના જવાનો પર થયેલ કાયરતાપૂર્ણ હુમલો કરી હત્યા કરનારા આતંકવાદ વિરુદ્ધ લોકો માં આક્રોશ નો જ્વાળા ભભૂકી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહીત ક્રિકેટરો તેમજ વિદેશીઓએ પણ આ કાયરતાપૂર્ણ હુમલો ને વખોડી કાઢી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આંગણે મેહમાન બનેલ અને ઇન્ટર નેશનલ ક્રિકેટનો દરજ્જો મેળવેલ યુગાન્ડાની ટીમને ચીખલીના સંજયફ્રામના ઓનરે દત્તક લીધી છે. જેના ભાગરૂપે બીજીવાર દક્ષિણ ગુજરાતની ટીમો સાથે મુકાબલો કરવા આવી પોહચી છે. જેની તૈયારીઓ અને પ્રેક્ટિસ શરુ કરી છે. મહત્વનો વાત તો એ છે કે પુલવામામાં થયેલા આંતકી હુમલા માટે વિશ્વ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે મેચનો મુકાબલો શરુ થાય એ પેહલા યુગાન્ડાના તમામ ખેલાડીઓ ૨ મિનિટનું મૌન પાડીને શહીદો માટે પ્રાથના કરી હતી. અને આંતક્વાદના વિરોધમાં કાળી પેટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.

Next Story