Connect Gujarat
ગુજરાત

નવસારી : સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો અનિલ કોડનાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

નવસારી : સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો અનિલ કોડનાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
X

સરકારના ઉંચ્ચ અધિકારીઓને સરકાર દ્વારા ઉંચ્ચ પગાર આપવામાં આવે છે. જેથી અધિકારીઓ જનતાની સારી સેવા કરી શકે પરંતુ અમુક અધિકારી તગડા પગારથી પણ સંતુષ્ટ થતા નથી અને લાંચ લેવાનો માર્ગ અપનાવી ટીઝોરી છલકાવવાનો પ્રયાસ કરતા હોય છે. જે અમુકવાર કાનૂનના સકંજામાં પણ ભેરવાઈ જતા હોય છે. નવસારી સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન હેલ્થ પરમીટ રીન્યુ કરવા માટે ૧૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.

નવસારી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આજે લાંચ લેવાનો.કિસ્સો બહાર આવ્યો છે અને તે પણ સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિક્ષક ડોક્ટર અનિલ ટી કોડનાની એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયા છે. નવસારી ના ફરિયાદી પોતાના હેલ્થ સર્ટીનું રીન્યુ કરવા આવ્યા હતા તે દરમ્યાન સર્ટી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો અને ૧૦ હજારની માંગણી કરી હતી ફરિયાદી કંટાળીને એસીબીનો સહારો લઈને ડોક્ટર કોડનાનીને પાથ ભણાવ્યો છે નિવૃત્તિના સમયે આ અધિકારીની બુદ્ધિ ભ્રષ્ટ થતા કાયદાની લપેટમાં આવીએ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Next Story