Connect Gujarat
ગુજરાત

નવસારી : સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું સ્વપ્ન રહયું અધુરૂ, મુંબઇના યુવાનનું અકસ્માતમાં મોત

નવસારી : સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું સ્વપ્ન રહયું અધુરૂ, મુંબઇના યુવાનનું અકસ્માતમાં મોત
X

નેશનલ

હાઇવે પર લગાવામાં આવેલ "ઝડપની મજા મોતની સજા" સૂત્રની અવગણના કરનારા

વાહનચાલકો આખરે અકસ્માતમાં મોતનું પરિણામ ભોગવતા હોય છે. મુંબઈથી 10 જેટલા બાઇકર્સ કેવડીયા ખાતે સ્ટેચ્યુ

ઓફ યુનિટી જોવા માટે જઇ રહયાં હતાં તે સમયે નવસારીના ચીખલી પાસે એક બાઇક બ્રિજની

દિવાલ સાથે અથડાતાં બાઇક સવાર યુવાનનું મોત થયું હતું

મુંબઈથી 10 બાઇકર્સ તેમની બાઇક લઇને કેવડીયા ખાતે

આવેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે નીકળ્યાં હતાં. આ બાઇકર્સ ગૃપને ચીખલીના

આલીપોર બ્રિજ પાસે અકસ્માત નડયો હતો. મુંબઇનો રહેવાસી 20 વર્ષીય સૌરભ દલવી પોતાની બાઇક લઇને

પુરપાટ ઝડપે બ્રિજ પરથી પસાર હતો તે સમયે કોઈ કારણોસર તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. તેની

બાઇક બ્રિજની દિવાલ સાથે અથડાતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ ચીખલી પોલીસની ટીમ સ્થળ પર

દોડી આવી હતી. મૃતક સૌરભ મુંબઈના દલવી પરિવારનો એક નો એક પુત્ર

હતો. તેનું અકસ્માતમાં પ્રાણ પાંખેરૂ ઉડી જતા પરિવારમાં આભ તૂટી પડ્યું છે.

Next Story