Connect Gujarat
ગુજરાત

નહેરુને પ્રતિષ્ઠિત બનાવવા પાછળ ગોડશેની મૂર્ખતા હતી: સુબ્રમણ્યમ સ્વામી

નહેરુને પ્રતિષ્ઠિત બનાવવા પાછળ ગોડશેની મૂર્ખતા હતી: સુબ્રમણ્યમ સ્વામી
X

'મેં ભારત હું' કાર્યક્રમમાં ભાગ લેવા સુરત આવેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ યુએસના લેખક એમ.અય્યરની પુસ્તક C-COMPANY નો વિમોચન કર્યું. સ્વામીએ નેહરુને પ્રતિષ્ઠિત બનાવવા પાછળ મહાત્મા ગાંધી ના હત્યારા ગોડશેની મૂર્ખતા ને ગણાવ્યું.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત 'મેં ભારત હું' કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ રાષ્ટ્રવાદ પર પોતાનો વક્તવ્ય આપ્યો અને મુલત કેલિફોર્નિયા માં રહેનાર નમાંએ તેમજ સિલિકોનમાં 32 પેટન્ટ લેનાર લેખક એમ નાયરનો પુસ્તક C-COMPANYનો વિમોચન કર્યું. રાષ્ટ્રવાદ પાર લોકોને સંબોધિત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડશે ને મૂર્ખ ગણાવ્યું હતું. સ્વામીએ કહ્યું કે જ્યારે ઓણ તેઓને નથુરામ ગોડશે સંબંધિત કોઈ કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે ત્યારે તેઓ જવાની ના પાડી દેતા હોય છે કારણે કે નથુરામની મૂર્ખતાના કારણે નહેરુ પ્રખ્યાત થયો. નથુરામએ મહાત્મા ગાંધીની હત્યા કર્યા બાદ કોર્ટમાં કહ્યું કે ગાંધી હિન્દૂઓના દુશ્મન હતા આ માટે તેણે ગાંધી ની હત્યા કરી. આ નિવેદન ના કારણે નહેરુને લાભ થયો અને તે પ્રખ્યાત થયો.સુબ્રહ્મણીમ સ્વામીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલ જ સોનિયા ગાંધીના 2019 લોકસભા ચૂંટણીને લઈ આપવામાં આવેલા નિવેદન ને લઈ કહ્યું કે સોનિયા ગાંધી કોમ્યુનિયલ બિલ પાસ કરાવવા ઇચ્છતી હતી જે હિન્દૂઓ માટે ખૂબ જ જોખમી હતું. જેમાં કોઈ પણ રમખાણ થાય તો એના માટે હિન્દૂ પોતે નિર્દોષ છે તેવું સાબિત કરવું પડે તેમ હતું. હાલ કોંગ્રેસનું સ્વદેશી કરણ થવું જોઈએ. સોનિયા અને રાહુલ હજુ પણ ઇટલીની નાગરિકતા ધરાવે છે.

Next Story