Connect Gujarat
દેશ

નાણામંત્રી અરુણ જેટલી એ રાજ્યસભા માં GST બીલ રજુ કર્યું

નાણામંત્રી અરુણ જેટલી એ રાજ્યસભા માં GST બીલ રજુ કર્યું
X

બીલ પાસ થાય તેઓ આશાવાદ,કોંગ્રેસે પણ આપ્યુ શરતી સમર્થન

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી એ રાજ્યસભા માં GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ બીલ રાજ્યસભા માં રજુ કર્યું હતું, જે દરમિયાન થયેલી ચર્ચા માં કોંગ્રેસ માંથી પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ધુરા સાંભળી હતી.

અરુણ જેટલીએ રાજ્યસભા માં બીલ રજુ કરતી વેળા એ જણાવ્યું હતું કે GST ના કારણે સમગ્ર દેશ એક બજાર બની જશે,અને તેનું માળખુ એવી રીતે તૈયાર કર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.વધુમાં તેઓએ આ બીલ દેશ કર વ્યવસ્થામાં ક્રાંતિ લાવનારો કાયદો છે,જેનાથી દેશના અર્થતંત્ર ને વેગ મળશે.

જયારે કોંગ્રેસ તરફ થી પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે બીલ અંગે ચર્ચા કરી હતી,અને જણાવ્યું હતું કે GST માં ટેક્સ માટે લઘુતમ દર નક્કી કરવો જોઈએ.અને ટેક્સ નો દર 18 ટકા થી વધુ ન હોવો જોઈએ,સરકાર જો અમારા સૂચનો પર અમલ કરશે તો અમે GST બીલ ને સમર્થન આપશું.

GST ના અમલ બાદ ત્રણ પ્રકાર ના ટેક્સ રહેશે :-

CGST-સેન્ટ્રલ GST.જેને કેન્દ્ર સરકાર દ્વારા વસુલ કરવામાં આવશે

SGST-સ્ટેટ GST.રાજ્ય સરકાર વસુલશે.

IGST -ઇન્ટિગ્રેડેડ સર્વિસ ટેક્સ. જેમાં બે રાજ્યો વચ્ચે વેપાર લાગુ પડશે, કેન્દ્ર સરકાર ટેક્સ વસૂલીને બે રાજ્યો વચ્ચે સમાન ભાગે વહેંચશે.

જોકે રાજ્યસભા માં GST બીલ ની રજૂઆત સમયે AIADMK એ બિલ નો વિરોધ કર્યો હતો.

Next Story