Connect Gujarat
ગુજરાત

નૂતનપર્વ વિચારસરણી નવપલ્લવિત કરવાનો તહેવાર

નૂતનપર્વ વિચારસરણી નવપલ્લવિત કરવાનો તહેવાર
X

દેશમાં નોટબંધી અને GSTનાં અમલીકરણ બાદ દરેક ક્ષેત્રે સરકારનાં બે નિર્ણયોની માત્ર ટીકા કરતા લોકો સૌથી વધારે જોવા મળ્યા, આર્થિક પરિસ્થિતિ સાથે ઝઝૂમતા ઝઝૂમતા હવે અંધકારથી ઉજાસમાં લઇ જતા પર્વ દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.

પવિત્ર તહેવારોની ઉજવણીને આપણે સંસ્કૃતિ કે શાસ્ત્રો સાથે જોડીને હરખભેર પર્વોની ઉજવણી દબદબાભેર કરીએ છીએ. તો બીજી તરફ તહેવારોમાં પણ આધુનિક આંગળીનાં ટેરવે ઓપરેટ થતી ટેક્નોલોજીને પણ અપડેટ કરીને તહેવારમાં સહભાગી બનાવીએ છીએ. જોકે રીતિરીવાજો કે રસમ મુજબ ઉજવાતા તહેવારોમાં શું આપણે આપણા વિચારોને કેટલે અંશે બદલી શક્યા છે?

માનવીનાં માણસ પટ પર એક વાક્ય જરૂર લખાયેલુ રહ્યું છે,અને એ છે માત્ર નિરાશા ! ભલે ગમે તેટલી અને ગમે તેવી પ્રગતિ કરી હશે પરંતુ તહેવારમાં ખુશમિજાજનાં બદલે નોટબંધી અને GST પર દોષારોપણ કરતા તત્વો પણ ઘણા છે. જ્યારે ઘણોખરો વર્ગ એવો પણ છે કે જે માત્ર થોડામાં સંતોષમાનીને પણ તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ ભેર કરતા હોય છે.

ખેર તહેવારતો આવશે અને જશે પરંતુ જરૂરી છે આપણી માનસિકતા બદલવાની, સિક્સ લેન માર્ગ બન્યા અને સુવિધાઓ પણ વધી રહી છે, પરંતુ ટ્રાફિકને લગતી સેન્સ હજી પણ આપણા વિચારોમાં ઉતારી નથી શક્યા. સ્વચ્છતા, પ્રામાણિકતાની વાતો સૌ કોઈને વાહલી લાગે છે, પણ તેના અનુકરણમાં હંમેશા માત્ર પીછેહઠ જ જોવા મળી છે.

નવાવર્ષની ઉજવણીમાં લોકો જોતરાયા અને એક નવી આશા સાથે તહેવારમય માહોલમાં ઉલ્લાસનું વાતારવરણ જોવા મળ્યુ છે. પરંતુ દિવાળી પર્વને જેમ

અંધકારમય માહોલ માંથી ઉજાસમાં લઇ જતો તહેવાર કહેવામાં આવે છે એજ રીતે આપણી અંદર છુપાયેલા અંધકારને પણ ઉજાસની જરૂર છે.

આતશબાજીની મોજ, વડીલોનાં આશીર્વાદ મેળવવા ઉપરાંત પણ વિચારસરણીને બદલવા માટેનો વિચાર કરવો પણ આવશ્યક છે. અહીંયા થુંકવું નહિ એવું જ્યાં બોર્ડ માર્યું હોય ત્યાં થુંકવું, નો પાર્કિંગની જગ્યામાં વાહન પાર્ક કરવું જેવી ખુબજ સામાન્ય બાબતો છે પણ આપણે બાળકવૃત્તિ કરતા પણ નાના બનીને સામાન્ય લાગતી આ બાબતોને પણ નજરઅંદાજ કરી રહ્યા છે.

દિવાળી પર્વની અને નૂતનવર્ષની ઉજવણીતો દરેક લોકો કરશે જ પણ નવા વર્ષે પોતાના વિચારોમાં શાલીનતા લાવીને અને વિચારોમાં રહેલા દોષોને દૂર કરવા માટેની પ્રાર્થના સાથે નૂતનવર્ષની ઉજવણી થાય તો તહેવારની ખરા અર્થમાં ઉજવણી કરી એમ કહી શકાય.

Next Story