Connect Gujarat
ગુજરાત

નેત્રંગઃ પુરમાં તણાતા મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારની વ્હારે આવ્યા સાંસદ

નેત્રંગઃ પુરમાં તણાતા મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારની વ્હારે આવ્યા સાંસદ
X

સાંસદ મનસુખ વસાવાએ વિદ્યાર્થીનીના પરીવારને રૂપિયા ૪ લાખનો ચેક અર્પણ કર્યો

નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની વિદ્યાર્થીની પુરમાં તણાઇને મૃત્યુ થતાં પરીવારના સભ્યોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૪ લાખની સહાય આપવામાં હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના વણખુંટા ગામે આવેલ માધ્યમીક શાળામાં ધો.૧૦માં અભ્યાસ માટે રાજકુવા ગામના બાળકો આવે છે.નિત્યક્રમ મુજબ શાળા છુટ્યા બાદ ત્રણ વિધાર્થીઓ અને એક વિધાર્થીની બપોરના ૧૨ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.તે સમયે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી-નાળા અને કોતરોમાં બેફામ પાણી વહી રહ્યુ હતું.

રાજકુવા ગામની બહાર જ આવેલ ખાડી - કોતરમાં વરસાદમાં પડેલા પાણીના કારણે ભારે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો,જેમાં શાળામાથી પરત ફરી રહેલા જયદીપ જગદીશભાઇ વસાવા તેમજ પારૂલ પ્રભાતભાઇ વસાવા (ઉ.૧૬) બંનેવ કોતરમાં ઉતરી સામે કિનારે જવા જતાં પાણીના પ્રવાહમાં ખેંચાઇ ગયા હતા. જેમાં પારૂલ વસાવાનું પાણીમાં ડુબી જવાના પગલે કરૂણ મોત નિપજ્યુ હતું. જેથી પરીવારના સભ્યો સહિત સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.

આ ઘટનામાં જયદીપભાઇ વસાવા બચી જતાં તેને વધુ સારવાર અર્થે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની વિદ્યાર્થીની પુરમાં તણાઇ જવાથી મોતને ભેટી હોવાની ઘટનાની જાણ ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાને થતાં તેમણે તુરંત પુરમાં તણાઇને મૃત્યુ પામેલ વિદ્યાર્થીનીના પરીવારની મુલાકાત કરી તેમને સાત્વંતા પાઠવવા સાથે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અસરગ્રસ્તોની પણ મુલાકાત કરી તેમને જરૂરી સહાય આપવવાની આશ્વાસન આપ્યું હતું,

નેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની વિદ્યાર્થીની પુરમાં તણાઇને મૃત્યુ થતાં પરીવારના સભ્યોને રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓમાંથી સહાય આપવામાં આવી હતી,જેના ભાગ રૂપે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાએ પુરમાં તણાઇને મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીના પરીવારની મુલાકાત કરી રૂપિયા ૪ લાખનો ચેક સહાય પેટે આપ્યો હતો.

Next Story