Connect Gujarat
ગુજરાત

નેત્રંગના શીર ગામે ખેડૂત પાસે રૂપિયા ૫ લાખની ખંડણી માંગી મકાનમાં તોડફોડની ઘટના થી ચકચાર

નેત્રંગના શીર ગામે ખેડૂત પાસે રૂપિયા ૫ લાખની ખંડણી માંગી મકાનમાં તોડફોડની ઘટના થી ચકચાર
X

માથાભારે તત્વોની હેરાનગતિના વિરોધમાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

તોડફોડના સીસીટીવી ફુટેજ બહાર આવતા ખળભળાટ

ભરૂચ જીલ્લા ના નેત્રંગ તાલુકામાં માથાભારે તત્વો દ્વારા ખેડૂતોને થતી હેરાનગતિ બાબતે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ.

નેત્રંગના શીર ગામે રહેતા ખેડૂત દિનેશ રાખોલીયાના મકાનમાં તારીખ ૨૪ જૂનની રાત્રિએ રૂપિયા ૫ લાખની ખંડણી માંગી તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે. જેમાં મોઢા પર રૂમાલ બાંધીને આવેલા તત્વો તોડફોડ મચાવે છે. એ સહિતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગે નેત્રંગ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

નેત્રંગ તાલુકાના ખેડૂતોએ કલેક્ટર સંદિપ સાંગલેને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યા અનુસાર માથાભારે તત્વો દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અને ખંડણી માંગવામાં આવે છે. જેઓની હેરાનગતિ અટકાવવા માંગ કરવામાં આવી છે.

Next Story