Connect Gujarat
દુનિયા

નેપાળ: એલ્ટીટ્યૂટ એરલાઇનનું હેલિકોપટર થયું દુર્ઘટનાગ્રસ્ત , 6ના મોત

નેપાળ: એલ્ટીટ્યૂટ એરલાઇનનું  હેલિકોપટર થયું દુર્ઘટનાગ્રસ્ત , 6ના મોત
X

નેપાળમાં શનિવારે એક હેલિકોપટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક જાપાની નાગરિક સહિત 6 લોકોના મોત થયા હતા,આ હેલિકોપટર માં સાત લોકો સવાર હતા, જેમાંથી એક મહિલા યાત્રીને બચાવી લેવાઈ છે,નેપાળના નુવાકોટ જિલ્લાના અધિકારી જાણકારી આપી હતી.દુર્ઘટનાગ્રસ્ત થયેલું હેલિકોપટર એલ્ટીટ્યૂટ એરલાઇનનું છે.

હેલિકોપટરે ગોરખા જિલ્લાથી કાઠમાંડુ જવા માટે ઉડાન ભરી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ સંપર્ક તૂટી ગયો હતો,અધિકારીઓના જણાવ્યા મુજબ હેલિકોપટર 5500 ફૂટની ઉંચાઈ પરથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું,એલ્ટીટ્યુડ એર પ્રાઇવેટ લિમિડેટના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક જાપાની પર્યટક અને પાંચ નેપાળી નાગરિકો સામેલ છે , નેપાળ સિવિલ એવિએશન આથોરિટીએ પણ હેલિકોપટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની વાતને સમર્થન આપ્યું છે

Next Story