Connect Gujarat
ગુજરાત

નોટબંધીના ૧૯ મહિના પછી પણ અમદાવાદામાં રૂપિયા ૯૯.૯૯ લાખની જૂની નોટો પકડાઇ

નોટબંધીના ૧૯ મહિના પછી પણ અમદાવાદામાં રૂપિયા ૯૯.૯૯ લાખની જૂની નોટો પકડાઇ
X

  • ચાંદખેડા પોલીસે ૯૯ લાખ ૯૯ હજારની જૂની ચલણી નોટો સાથે એક મહિલા સહિત ત્રણ પુરૂષની કરી અટકાયત

ભારતમાં નોટબંધી થયાને ઘણો લાંબો સમય વીતી ગયો છે, તે છતાંય ક્યાંક ખૂણે ખાચરેથી જૂની ૫૦૦ અને ૧૦૦૦ની નોટો મળી આવાવના કિસ્સા સામે આવ્યા જ કરે છે અને આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બન્યો છે જેમાં ચાંદખેડા પોલીસે ૯૯ લાખ ૯૯ હજારની જૂની ચલણી નોટો સાથે એક મહિલા સહિત ત્રણ પુરૂષ એમ કુલ ૪ આરોપીની ચાંદખેડા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

શહેરની ચાંદખેડા પોલીસને મળેલી બાતમીના આધારે વાહન ચેકીંગમાં ઉભેલી પોલીસે જૂની ચલણી નોટો સાથે એક મહિલા સહીત ચાર લોકોની ધરપકડ કરી છે. મહિલા સહીત ત્રણેય વ્યક્તિઓ 500 અને 1000ના દરની જૂની ચલણી નોટોને કોઈક ઠેકાણે સગેવગે કરવા જતા પોલીસની ઝપટે આવી ગયા છે.

હાલમાં તો ચાંદખેડા પોલીસે આ ચારેય શખ્સોની ધરપકડ કરી લીધી છે અને ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે સાથે જ આ આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે લગભગ જૂની ચલણી નોટો મળીને પોલીસે ૨ કરોડ ૨ લાખ રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન પણ કબ્જે કાર્ય છે, ત્યારે આગામી સમયમાં આ સમગ્ર રેકેટને લઈને ઈન્ક્મટેક્ષ વિભાગને ચાંદખેડા પોલીસ તરફથી જાણ પણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Next Story