Connect Gujarat
સમાચાર

ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વન-ડે જીતવા સાથે શ્રેણી જીતતુ ભારત

ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી વન-ડે જીતવા સાથે શ્રેણી જીતતુ ભારત
X

વિઝાગમાં માતાના નામની ટીશર્ટ પહેરીને ઉતરેલી ભારતીય ટીમને માતાના આશિર્વાદ ફળ્યા હતા. અહીં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને શ્રેણીની અંતિમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડ માત્ર 79 રનમાં ઓલઆઉટ થઇ જતા ભારતનો 190 રને શાનદાર વિજય થયો હતો.

આ સાથે જ ભારતે 5 વન-ડે મેચની સીરિઝને 3-2થી જીતી લીધી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 6 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ માત્ર 79 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

ભારત તરફથી સૌથી વધુ મિશ્રાએ 5 વિકેટ ઝડપીને ભારતને જીત મેળવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો.

Next Story