Connect Gujarat
ગુજરાત

પંચમહાલ જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો,પાવાગઢ ખાતે ૩૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો

પંચમહાલ જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો,પાવાગઢ ખાતે ૩૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો
X

પંચમહાલ જિલ્લાના પાવાગઢમા ખાણ ખનીજ વિભાગનો સપાટો હિટાચી મશીન સહિત ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લામાં દિન પ્રતિદિન ગેરકાયદેસર માટી ખાણ અને ખનીજ ચોરી વધી રહી છે, જેને લઈને પંચમહાલ જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ સક્રિય બન્યું છે, અને આવા ખનીજ માફીયાઓ સામે લાલ આંખ કરી છે.

ત્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે હાલ નવીન રોડ બની રહ્યો છે, અને આ રોડના ખાનગી ઈજારદાર દ્વારા ગેરકાયદે માટી ખનન કરાતું હોવાની ફરીયાદો જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળી હતી, જેના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાતમીદાર રોકી તપાસ કરાવવામાં આવતા પાવાગઢ ખાતે આવેલી જામા મસ્જિદના પાછળના રોડ પર આવેલ મહાજન તલાવડીમાંથી માટી ખનન થઈ રહી છે. તેવી માહિતી મળી હતી, જેના આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાવાગઢના આ તળાવ પર દરોડો પાડવામાં આવતા હિટાચી મશીન વડે માટી અને મોરમ ખનીજનું ખોદકામ કરાઈ રહ્યું હતું, ખાણ ખનીજ ઇન્સ્પેકટર દ્વારા હિટાચી મશીન ઓપરેટર તેમજ ઇજારદાર સાથે ખોદકામ માટેના જરૂરી દસ્તાવેજો માંગતા મળી આવ્યા નહોતા અને આ ખોદકામ સુજલામ સુફલામ્ યોજના હેઠળ થાય છે તેમ જણાવ્યું હતું.

ખાણ ખનીજ વિભાગ ઈન્સ્પેકટરે આ બાબતે ચાંપાનેર તલાટી સાથે વાતચીત કરતા તેઓ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી તેવું જણાવવામાં આવ્યું હતું, જેને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર રહેલા હિટાચી મશીન સહિત અંદાજે રૂ. ૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story