Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ડાંગરનો પાક તૈયાર, ખેડૂતો પોષણક્ષમ ભાવની કરી રહ્યા છે માંગ

પંચમહાલ : ડાંગરનો પાક તૈયાર, ખેડૂતો પોષણક્ષમ ભાવની કરી રહ્યા છે માંગ
X

પંચમહાલ

જિલ્લામાં ડાંગરની કાપણી શરૂ થઈ ગઈ છે. માવઠાના કારણે ખેડુતોના ડાંગરના પાકને

નુકશાન પણ થયુ છે ત્યારે ખેડૂતો હવે સારા ભાવ મળવાની આશાઓ સેવી રહ્યા છે.અને સરકાર દ્વારા નક્કી કરેલ ભાવમાં વઘારો કરવા માંગ કરી રહ્યા છે.

જિલ્લાના

શહેરા પંથકમાં સૌથી વધુ પ્રમાણમાં ડાંગરની ખેતી થાય છે. ત્યારે હાલ ખેડૂતો પોતાના

ખેતરમા ડાંગરની કાપણીનું કામકાજ પોતાના ખેતરમાં પરીવાર સાથે કરી રહ્યા છે. આ વખતે

ચોમાસુ સારુ પણ રહ્યુ તેના કારણે પાક સારો થયો છે .પણ પાછલા મહિનાઓમાં માવઠાના કારણે ખેડુતોના

ડાંગરના પાકને નુકશાન પણ થયુ છે. પરંતુ હાલ ડાંગરની કાપણી શરૂ થઈ ગઈ છે.ખેડુતોનુ

કહેવુ છે કે ડાંગરના પાકમાં બિયારણ સહિતનો ખર્ચો પણ થાય છે, હવે

પાક તૈયાર થઈ ગયા બાદ તેનો ભાવ મળતો નથી.બજારમાં ડાંગરનો ભાવ ૨૬૦/- રૂપીયા મણનો

છે. તે ભાવ આવી કારમી મોંઘવારીમાં પોસાય તેમ નથી..સરકાર દ્વારા જે ભાવ નક્કી

કરવામા આવ્યો છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે.

Next Story