Connect Gujarat
દેશ

પંદરમી માર્ચથી આયાત-નિકાસના તમામ દસ્તાવેજોનું ઈ-ફાઈલિંગ ફરજિયાત

પંદરમી માર્ચથી આયાત-નિકાસના તમામ દસ્તાવેજોનું ઈ-ફાઈલિંગ ફરજિયાત
X

નિકાસકારોએ આગામી પંદરમી માર્ચથી નિકાસકારો માટેની આઈસગેટની સ્વિફ્ટ સિસ્ટમમાં નિકાસને લગતા એક્સપોર્ટ બિલ, એક્સપોર્ટ પેકિંગ લિસ્ટ, બિલ ઑફ લેડિંગ, સર્ટિફિકેટ ઑફ ઓરિજિન સહિતના તમામ દસ્તાવેજો ઓનલાઈન જ ફાઈલ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.

ઈ-સંચિત તરીકે ઓળખાવવામાં આવતા પોર્ટલ પર આ દસ્તાવેજો અપલોડ કરવાનું પંદરમી માર્ચથી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દેશભરમાં આયાતનિકાસ માટે પણ પેપરલેસ સિસ્ટમ દાખલ કરવાના આયોજનના ભાગરૃપે આ નિર્ણયનો પંદરમી માર્ચથી અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આયાત અને નિકાસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે લાઈસન્સની કરવામાં આવેલી આકારણીને લગતી વિગતો, લાઈસન્સના કરવામાં આવેલા ક્લિયરન્સની વિગતો, ઈપીસીજી લાઈસન્સ, એડવાન્સ લાઈસન્સ, તેમ જ કોઈપણ સ્કીમનો કે લાઈન્સન્સનો લાભ ન લઈને ડયૂટી જમા કરાવવામાં આવતી હોય તેને લગતી વિગતો તેમણે અપલોડ કરવાની રહેશે. આયાતકારો, કસ્ટમ્સના બ્રોકરો અને ટ્રેડ સાથે સંકળાયેલા અન્ય આયાતનિકાસકારો માટે પહેલી માર્ચે આ સૂચના જારી કરવામાં આવી છે.

Next Story