Connect Gujarat
ગુજરાત

પત્નીએ બનેવી સાથે મળીને પતિને કુહાડીના ઘા ઝીંકી હત્યાનાં કેસમાં પત્નીની અટકાયત

પત્નીએ બનેવી સાથે મળીને પતિને કુહાડીના ઘા ઝીંકી હત્યાનાં કેસમાં પત્નીની અટકાયત
X

ઝઘડીયાના અણઘરા ગામમાં આડા સંબંધોમાં લોહીયાળ પરીણામઝઘડીયાના અણઘરા ગામમાં આડા સંબંધોમાં લોહીયાળ પરીણામ

ઝઘડીયા તાલુકાના અણધરા ગામે પત્નીના આડા સંબંધો બાબતે પતિને પત્નીએ તેના બનેવી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સામેલ સુનંદાને ઝડપી પાડી આગળની કાર્યવાહી આરંભી છે.

સમગ્ર હત્યા કેસમાં મળતી વિગત મુજબ ચંપકભાઇ વસાવાના લગ્ન સુનંદાબેન વસાવા સાથે થયેલા ચંપકની પિતરાઇ બહેન ઉર્મીલાના પ્રેમ લગ્ન ગામના મોતીરામ મનુભાઇ વસાવા સાથે થયા હતાં. કોઇ કારણો સર મોતીરામ તથા ઉમીલા વચ્ચે ખટરાગ ઉભો થયા ઝઘડો છુટાછેડા અને ત્યારબાદ ભરણપોષણ સુઘી પહોંચતા મામલો ઝગડીયા કોર્ટમાં ચાલતો હતો.

મોતીરામના તેના સાળા ચંપકની પત્ની સુનંદા સાથે આાડા સંબઘ હતાં.૨૨મીના રોજ ચંપક તેની પુત્રીને મળવા સુરદા તથા મોતીરામના ઘરે ગયો હતો ત્યારે સુનંદા તથા મોતીરામે કુહાડીના ઘા ઝીકી ચંપક વસાવાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બનાવ સંદર્ભમાં મોતીરામ મનુ વસાવા, સુનંદાચંપક વસાવા અને શાંતિલાલ દેવજી વસાવા વિરૂઘ્ઘઝગડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંઘાવતા પોલીઈસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલ સુનંદાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story