Connect Gujarat
સમાચાર

પનીર દહીં વડા ચાટ

પનીર દહીં વડા ચાટ
X

સામગ્રી :-

  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૨ બટાકા બાફેલા
  • ૨ ચમચી આરાનો લોટ
  • તેલ તળવા માટે
  • ૧ લીલું મરચું
  • ૧/૨ ટુકડો આદું
  • મીઠું સ્વાદ અનુસાર

ચાટ બનાવવાની સામગ્રી :-

  • ૩ કપ દહીં
  • ૧ કપ લીલી ચટણી
  • ૧ કપ ગળી ચટણી
  • ૧ ચમચી લાલ મરચા પાવડર
  • ૨ ચમચી જીરું
  • ૨ ચમચી કાળા મરી પાવડર

બનાવવાની રીત :-

  • એક બાઉલમાં પનીર ક્રશ કરી અને તેમાં બાફેલા બટાકા મિક્સ કરો.
  • તેમાં આરાનો લોટ, મીઠું, આદું.લીલા મરચા અને તમામ મસાલા એડ કરીને બરોબર મિક્સ કરો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરો.પછી તેમાં પનીરના મિશ્રણમાંથી ગુલ્લા બનાવીને સહેજ ટીક્કી જેવા દબાવીને ગરમ તેલમાં બ્રાઉન કલરના તળી લો.
  • હવે એક બાજુ દહીંનો મઠો બનાવી દો.
  • ત્યાર બાદ તેને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દો, હવે એક સર્વિંગ પ્લેટ લો.
  • તેમાં પનીરમાં બોલ મુકો ,તેની પર ઠંડુ દહીં એડ કરો.
  • ત્યાર બાદ તેમાં કાળા મરીનો પાવડર જીરું, લાલ મરચું એડ કરો.
  • પછી તેમાં મીઠી ચટણી અને લીલી ચટણી એડ કરો, તો તૈયાર છે પનીર દહીં વડા ચાટ.

Next Story