Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળની રીટા બાંકુર સાથે એવુ ત શું થયુ કે બની ગઈ સેલિબ્રિટી ?

પશ્ચિમ બંગાળની રીટા બાંકુર સાથે એવુ ત શું થયુ કે બની ગઈ સેલિબ્રિટી ?
X

પીએમે આપ્યો ઓટોગ્રાફ અને બની ગઈ સેલિબ્રિટી, લગ્નના માંગા આવી રહ્યા છે

પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં તાજેતરમાં પીએમ મોદીની એક જાહેર સભા દરમિયાન શમિયાણો તુટી પડ્યો હતો. જેમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ પૈકીની એક ક્રિશ્ચિન કોલેજની વિદ્યાર્થિની રીતા બાંકુરા પણ હતી. જે પોતાના નાનકડા ગામથી માતા સાથે પીએમ મોદીને સાંભળવા માટે ગઈ હતી. આ વિદ્યાર્થિની હવે રાતોરાત સેલિબ્રિટી બની ગઈ છે.

કારણકે શમિયાણો પડવાથી ઈજાગ્રસ્ત બનેલા અન્ય લોકો સાથે રીતાને પણ દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી.રેલી બાદ પીએમ મોદી ઘાયલોની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. રીતાને પીએમ મોદી મળ્યા હતા અને રીતાએ તે વખતે તેમને ઓટોગ્રાફ આપવા વિનંતી કરી હતી. રીતા કહે છે કે પહેલા તો વડાપ્રધાન થોડા ખચકાયા હતા પણ તે પછી તેમણે કાગળના ટુકડા પર લખ્યુ હતુ કે રીટા તું હંમેશા ખુશ રહે. અને તેની નીચે તેમણે સહી કરી હતી.

જોકે આ ઓટોગ્રાફે રીતાને પોતાના ગામમાં સેલિબ્રિટી બનાવી દીધી છે. દરેક વ્યક્તિ પીએમ મોદીના ઓટોગ્રાફ જોવા ઘરે આવી રહ્યા છે તેવુ રીતાની માતાનુ કહેવુ છે. એટલુ જ નહી પણ પીએમ સાથેની મુલાકાત બાદ રીતા માટે લગ્નના માંગા પણ આવી રહ્યા છે. બે યુવકોએ રીતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. જોકે રીટાની માતાનુ કહેવું છે કે, હાલમાં તો મારી બંને દીકરીઓ ભણી રહી છે એટલે અમે લગ્નના માંગાને વધારે મહત્વ આપ્યું નથી

Next Story