Connect Gujarat
ગુજરાત

પહેલા વરસાદને વધાવવા માટે સોશિયલ મીડિયા પર મેસેજનો ધોધ વરસ્યો

પહેલા વરસાદને વધાવવા માટે સોશિયલ મીડિયા પર મેસેજનો ધોધ વરસ્યો
X

અચાનક આવેલા વરસાદે સુરતીઓને ઓનલાઈન કરી દીધા

સુરતમાં વાવાઝોડા સાથે અચાનક તૂટી પડેલા વરસાદથી સુરતીઓ થોડો સમય માટેતો બેબાકળા બની ગયા હતા પરંતુ આફતને અવસરમાં બદલનારા સુરતીઓએ વાવાઝોડા સાથે વરસાદને પણ મન મૂકીને માણ્યો હતો.

મોડી રાત્રિએ અચાનક તૂટી પડેલા વરસાદે સુરતીઓની ઉંધ ઉડાવી ઓન લાઈન કરી દીધા હતા. મોસમના પહેલા વરસાદને સુરતીઓએ મન મુકીને માણવા સાથે સોશ્યલ મિડિયામાં પણ વિવિધ મેસેજનો ધોધ વરસાવીનેને લોકો રોમેન્ટીક બની ગયાં હતા.

સુરતમાં મૌસમનો પહેલો વરસાદ રાત્રીના ત્રણ વાગ્યે વાવાઝોડા સાથે શરૂ થયો હતો થોડો સમય ભારે પવનથી આવાક બની ગયલા સુરતીઓએ ઓન લાઈન થઈને સોશિયલ મીડિયામાં વરસાદને વધાવવા માટેના સંખ્યાબંધ મેસેજ ફરતાં કરી દીધા હતા.

મોસમને પહેલા વરસાદ સાથે રોમેન્ટીક બની ગયેલા સુરતીઓએ વહેલી સવારે જ જામને પણ યાદ કરી દીધો હતો. કેટલાક મેસેજમાં એવું લખાયું દો બુંદ ક્યા બરસી, ચાર બાદલ ક્યાં છા ગયે, કિસીકો જામ તો કીસીકો નામ યાદ આ ગયે. તો કોઈએ લખ્યું મને ક્યાં ગરજ છે આ ગરજા વાદળોની, તું મને સ્પર્શી જા એટલું હું આખેય આખું ચોમાસું.

આ ઉપરાંત ઝરમરતું ભીનું ગુલાબ મુબારક, આભેયથી વરસતું વ્હાલ મુબારક, જેવા સંખ્યાબંધ મેસેજ સોશ્યલમિડિાયમાં પર ધોધની જેમ વરસી જતાં સુરતના રસ્તાઓ પર વરસાદ વરસ્યો તેના કરતાં સોશિયલ મીડિયા પર મૌસમના પહેલા વરસાદને વધાવતા સંખ્યાબંધ મેસેજ વાઈરલ થઈ ગયા હતા.

Next Story