Connect Gujarat
સમાચાર

પહેલી ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય

પહેલી ટેસ્ટમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય
X

કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ માત્ર 236 રન બનાવીને ઓલઆઉટ થઇ જતા ભારતનો 197 રને શાનદાર વિજય થયો હતો.

434 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 236 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતની આ 500મી ટેસ્ટમાં અશ્વિને છ વિકેટો ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડે દિવસની શરૂઆત ઝંઝાવાતી બેટીંગ સાથે કરી હતી. જેમાં રોંચી અને સેન્ટનરે પાંચમા વિકેટની ભાગીદારીમાં 102 રનની ભાગીદારી નોંધાવી હતી.

પરંતુ વિકેટકીપર રોંચી 80 રનનો સ્કોર કરીને આઉટ થઇ ગયો હતો. તેણે નવ ચોગ્ગા અને અને એક છગ્ગો ફટકાર્યો હતો.

ભારતે તેના બીજા દાવમાં 377 રન બનાવીને દાવ ડિકલેર કરી દીધો હતો. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 78 રન અને મુરલી વિજયે 76 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 68 રન બનાવ્યા હતા અને જાડેજાએ 56 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

Next Story