Connect Gujarat
સમાચાર

પાંચમી વન-ડેમાં ભારતે નવ વિકેટે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, સીરિઝ પર કર્યો કબ્જો

પાંચમી વન-ડેમાં ભારતે નવ વિકેટે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, સીરિઝ પર કર્યો કબ્જો
X

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વન-ડે સીરિઝની પાંચમી અને અંતિમ વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 104 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ નવ વિકેટે મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી ભારતે હરાવ્યું હતું અને આ સાથે જ સીરિઝ પર 3-1થી કબ્જો કરી લીધો છે. 105 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમે રોહિત શર્મા (63*)ની અડધી સદી અને કેપ્ટન વિરાટ કોહલી (33*)ની ભાગીદારીથી 14.5 ઓવરમાં જ સરળતાથી લક્ષ્યાંક પાર કર્યો હતો. આ અગાઉ ભારતીય બોલર્સની ઘાતક બોલિંગ સામે વિન્ડિઝની ટીમે ઘૂંટણીયા ટેકવી દીધા હતા.

ટોસ જીતીને મહેમાન કેરેબિયન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન હોલ્ડરનો આ નિર્ણય ખોટો પુરવાર થયો અને સમગ્ર ટીમ 104માં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. વન-ડે ક્રિકેટમાં ભારત વિરુદ્ધ વિન્ડિઝનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા (4/34)એ સર્વોચ્ચ ચાર વિકેટ પોતાના નામે કરી હતી. જસપ્રીત બુમરાહ અને ખલીલ અહમદે 2-2 વિકેટો ઝડપી હતી. કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલર્સે 31.5 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને તંબૂ ભેગી કરી દીધી હતી. વિન્ડિઝના કેપ્ટન હોલ્ડર (25), રોવમેન પોવેલ (16) અને માર્લોન સેમ્યૂલ્સે (24) રન કર્યા હતા

Next Story