Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનઃ સંગીત કાર્યક્રમમાં હવામાં ગોળીબાર, પ્રેગ્નેન્ટ ગાયિકાનું થયું મોત

પાકિસ્તાનઃ સંગીત કાર્યક્રમમાં હવામાં ગોળીબાર, પ્રેગ્નેન્ટ ગાયિકાનું થયું મોત
X

પાકિસ્તાનમાં એક સંગતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. દરમિયાન એક ગર્ભવતી ગાયિકાની સ્ટેજ ઉપર પર્ફોર્મ કરી રહી હતી. તેવામાં કાર્યક્રમ દરમિયાન જ કથિત રૂપે ગાયિકાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ ગાયિકા પોતાના વિસ્તારમાં સંગીતના કાર્યક્રમો માટે પ્રખ્યાત હતાં. હત્યા થઈ એ દિવસે પણ એક સમારોહમાં મંચ પર બેઠાં હતાં અને ગીત ગાઈ રહ્યાં હતાં. સંગીતના કાર્યક્રમમાં હવામાં ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો. જેકે એકાએક બંદૂકમાંથી ગોળી છૂટી અને ગાયિકા સ્ટેજ ઉપર જ ઢળી પડી હતી. મહિલાને ગોળી વાગતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે દમ દોડી દીધો હતો. માત્ર તેમનું જ નહીં પણ તેમના પેટમાં ઉછરી રહેલા આઠ મહિનાનાં ગર્ભસ્થ શીશુનું પણ મૃત્યુ થયું હતું.

આ કિસ્સો પાકિસ્તાનમાં મંગળવારે બન્યો હતો. ઘટનાને પગલે ગાયકોના સમૂહે ન્યાયની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે સમયે 28 વર્ષીય સમીરા સિંધુને ગોળી વાગી એ સમયે પરિસ્થિતિ કેવી હતી તે હજૂ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. સંગીતના કાર્યક્રમમાં હાજર એક શખ્સ પર જ આરોપ છે કે તેણે જ સમીરા પર ગોળી ચલાવી હતી. પરંતુ એ શખ્સનું કહેવું છે કે, તે હવામાં ગોળીબાર કરી રહ્યો હતો અને ગોળી સમીરાને ભૂલથી વાગી ગઈ.

Next Story