Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના પૂર્વ પી.એમ.ની કરાઈ ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ પી.એમ.ની કરાઈ ધરપકડ
X

લાહોર એરપોર્ટ પર ઉતરતા જ પૂર્વ પીએમ નવાઝ શરીફ અને દિકરી મરિયમની ધરપકડ કરાઈ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને તેની પુત્રી મરિયમ નવાઝ શરીફ સાથે લાહોરના અલામા ઈકબાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. લાહોરથી હેલિકોપ્ટર દ્વારા તેને ઈસ્લામાબાદ લાવવામાં આવશે, ત્યાંથી તેમને રાવલપિંડી સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે.

પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને ભ્રષ્ટાચારમાં દોષી માન્યા છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને એવનફિલ્ડ રેફરન્સ કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે, જ્યારે તેમની પુત્રી મરિયમને 7 વર્ષની સજા ફટકારી છે. પાકિસ્તાનમાં આ મહિનાની 25 તારીખે સ્થાનિક ચૂંટણી માટે મતદાન થશે. મરિયમ લાહોરની બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

નવાઝ અને તેમની પુત્રીની ધરપકડની તૈયારીમાં લાહોરમાં 10 હજાર પોલીસ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. પીએમએલના સમર્થકોને રોકવા માટે અને કોઈપણ પ્રકારના તણાવને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના 300 કાર્યકર્તાઓની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે.

Next Story