Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્નીનું નિધન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્નીનું નિધન
X

બેગમ કુલસુમ નવાઝનું લાંબી બીમારી બાદ મંગળવારે લંડનમાં થયું નિધન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું લાંબી બીમારી બાદ મંગળવારે લંડનમાં નિધન થયું છે,તેઓ 68 વર્ષના હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં અધ્યક્ષ શેહબાઝ શરીફે આ સમાચારની પુષ્ટિ કરી હતી.કુલસુમ લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લીનીકમાં જૂન 2014થી સારવાર લઈ રહ્યાં હતા. સોમવારના રોજ તેમની રાત્રે તબિયત વધુ ખરાબ થતા તેઓને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

બેગમ કુલસુમેં 1971માં નવાઝ શરીફ સાથે લગ્ન કર્યા હતા , તેમના પતિ નવાઝ શરીફ અને પુત્રી મરિયમ નવાઝ હાલ રાવલપિંડીની આદિયાલા જેલમાં છે

Next Story