Connect Gujarat
ગુજરાત

પાણી કાપને પગલે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અમદાવાદીઓ માટે સપનું જ રહેશે

પાણી કાપને પગલે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અમદાવાદીઓ માટે સપનું જ રહેશે
X

ગુજરાત સહિત અમદાવાદમાં પાણી કાપના હાલાત છે. શહેરમાં પાણીના કકળાટ વચ્ચે નાગરિકોને ફ્લોટિંગ રેસ્ટોરેન્ટના સપના દેખાડવાની મ્યુનિ.ના અધિકારીઓની હિમંત ચાલી નહીં. અમદાવાદ મ્યુનિ.ને સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં વધારો કરવા માટે સાબરમતી નદીમાં તરી શકે તેવું ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ શરૂ કરવું છે જેના માટે EOI મંગાવવાની તૈયારીઓનો આરંભ કરવામાં આવ્યો હતો પણ ઉનાળામાં પાણી કાપને લીધે સાબરમતી નદીના પાણી ઓસર્યા હતા જેથી મ્યુનિ.એ ફ્લોટિંગ રેસ્ટોન્ટના EOI બહાર પાડવાની ઇચ્છા હતી પણ તે હાલ પુરતી લટકી પડી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આકર્ષક ફુટબ્રિજ મંજુર કરી દેવાયો છે સાથે સાબરમતી ફેઝ-૨નું કામ શરૂ કરવા માટે બજેટમાં રૂ.૮૦૦ કરોડની જોગવાઇ કરી દેવાઇ છે. સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-૨ માટે વગર ટેન્ડરે કન્સલટન્ટ પણ નીમી દેવાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસ ઉભુ કરવામાં આવી રહ્યું છે જેનું કામ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે જે સત્તાવાર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.ની કચેરી હશે જેના ચોથા માળે એક રેસ્ટોરેન્ટ પ શરૂ કરવામાં આવશે સાથે રિવરફ્રન્ટ ઉપર મેયર હાઉસ બાંધવા માટે પ્લોટની શોધખોળ પણ ચાલી રહી છે.

પૂર્વ વિસ્તારમાં હેરિટેજ ગાર્ડન બનાવવા માટે પ્લોટની પસંદગી થઇ ચૂકી છે સાથે પૂર્વના પટ્ટામાં સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજની વચ્ચે સ્માર્ટ રોડ બનાવવાની તૈયારીઓ છે પણ આ બધા વચ્ચે સૌથી મહત્વકાંક્ષી એવા ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનો પ્રોજેક્ટ હાલ પુરતો તો અભરાઇએ ચઢી ગયો છે. સુત્રો કહે છે કે, સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનો રૂટ નક્કી કરવા માટે બેથેમેટિક સરવેનું કામ મંજુર કરી દેવાયું છે પણ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટના EOI બહાર પાડવામાં આવ્યા નથી કેમ કે, આ પહેલા જ્યારે EOI બહાર પાડયા તે વખતે કોન્ટ્રાક્ટરે ૧૧ મહિના નદીમાં પાણી રહેશે તેવી ખાતરી માગી હતી પણ તે મ્યુનિ. આપી શકી ન હતી જેથી તે વખથે ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ લટકી પડી હતી હવે ૧૨ મહિના પાણી રહે તેવી સંભાવના તપાસી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટના EOI બહાર પાડવાની શક્યતા હતી પણ ઉનાળામાં પાણી કાપની સ્થિતિને લીધે મ્યુનિ.ના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતુ.

Next Story