Connect Gujarat
ગુજરાત

પાણી ખરાબ આવતા ભરૂચમાં ફેલાયો રોગ ચાળો

પાણી ખરાબ આવતા ભરૂચમાં ફેલાયો રોગ ચાળો
X

ભરૂચ શહેર ના નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ વેજલપુર તેમજ આસપાસ માં વિસ્તારો ના રહીશો રોગચાળા ના ભય વચ્ચે પોતાનું રોજિંદુ જીવન ગુજારવા મજબુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે.........

સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયે થી પાણી ની લાઈન માં ખામી સર્જાતા પાણી ગંદુ આવાના કારણે તેઓના વિસ્તારના રહીશો તાવ. ઝાડા ઉલ્ટી તેમજ અન્ય રોગો નો શિકાર બનવા તરફ ધકેલાઈ રહ્યા છે .પીવાના પાણીની મુખ્ય લાઈન માં ગટર ના પાણી નું મિશ્રણ થતા લોકો બીમારી ના ભરડા માં આવ્યા છે.

અંદાજીત ૭૦ થી વધુ લોકો અત્યાર સુધી પાણી માં સર્જાયેલ ખામી ના કારણે સારવાર લેવા માટે મજબુર બન્યા હતા..તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિકો ઉપર ઝાડા ઉંલ્ટી જેવા રોગ સામે સારવાર લઇ રહ્યા છે

થોડા દિવસઃ અગાઉ શહેર ના બમ્બા ખાના વિસ્તાર માં આવેલ પાણીની ટાંકી પાસે થી પસાર થતી પાણી ની મુખ્ય પાઈપ લાઈન માં ગટરના પાણી નું મિશ્રણ થતા લોકો ને આ પ્રકાર ની બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવી લોક ચર્ચા સમગ્ર ઘટના ક્રમ બાદ થી સપાટી ઉપર આવી હતી .... તેમજ સમગ્ર ઘટના અંગે ની જાણ તંત્ર માં થતા આરોગ્ય વિભાગ એ તાબડતોબ ઘટના ની ગંભીરતા સમજી પાણીની લાઈન નું સમારકામ હાથધર્યું છે.

Next Story