Connect Gujarat
ગુજરાત

પાણી બગાડ અને ચોરી કરનારને મનપા કરશે દંડ, જાણો કેટલા રૂપિયાનો થશે દંડ

પાણી બગાડ અને ચોરી કરનારને મનપા કરશે દંડ, જાણો કેટલા રૂપિયાનો થશે દંડ
X

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ઉનાળાની શરૂઆતે જ પીવાના પાણી માટે કરકસરરૂપ પગલા લેવાની શરૂઆત કરી શહેરમાં ભુતિયા નળ કનેકશનો ધરાવતા આસામીઓ તેમજ ડાયરેકટ પમ્પીંગ કરતા અને પાણીનો બગાડ કરતા લોકો ઉપર તુટી પડવા માટે સ્પેશ્યલ ફોર્સ બનાવવામાં આવી છે. વોર્ડવાઇઝ સાત-સાત અધિકારીઓની ટીમ પાણીચોરો ઉપર તુટી પડશે.

મહાપાલીકા દ્વારા પાણીચોરી વિરૂધ્ધ મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડમાં વિસ્તાર વાઇઝ તમામ નળજોડાણ ચેક કરી ભુતિયા નળજોડાણો તેમજ ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓ અને પાણીનો બગાડ કરતા લોકોને આકરા દંડ ફટકારવાની તૈયારી આરંભાઇ છે. પાણીનો બગાડ કરનાર પાસેથી રૂા.250 વસુલાશે રાજકોટ મનપાએ પાણી ચોરો વિરૂધ્ધ આકરી ઝુંબેશ હાથ ધરી છે.

Next Story