Connect Gujarat
સમાચાર

પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભારતીય સેનામાં થયું પ્લેસમેન્ટ

પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભારતીય સેનામાં થયું પ્લેસમેન્ટ
X

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સારી જગ્યાએ પ્લેસમેન્ટ મળે તે માટે યુનિ. દ્વારા ખાસ પ્લેસમેન્ટ સેલ શરૂ કરાયો હતો. ત્યારે હવે, યુનિવર્સિટી દ્વારા દેશની ડિફેન્સ સર્વિસીસમાં ભરતી માટે ખાસ સેલની શરૂઆત કરવામાં આવી છે. આર્મ ફોર્સિસ વિંગના ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરની નિમણુંક કરવામાં આવી છે.

પારૂલ યુનિ. દ્વારા આયોજીત પ્લેસમેન્ટ ડ્રાઇવમાં પણ દેશની આર્મ ફોર્સિસને ખાસ આમંત્રીત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને નોકરી મળવાની સાથે દેશની સેવા કરવાની પણ તક મળે. જેમાં પારૂલ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રોહિત કુમાર કરેનાને તાજેતરમાં જ ભારતીય આર્મીમાં ગ્રેડ ઓફિસરની પોસ્ટ પર ફરજ બજાવવાની તક મળી છે. જ્યારે ભૂતકાળમાં એન્જિનયરિંગના વિદ્યાર્થીઓ શૈલેન્દ્ર પ્રસાદ અને અજય શુક્લાને પણ ભારતીય આર્મીમાં ફરજ બજાવવાની તક મળી હતી અને તેઓ આજે દેશની સેવા કરી રહ્યા છે. તેમજ એમબીએની એક વિદ્યાર્થિની હાલ ભારતીય હવાઇ સેનામાં ઓફિસર ગ્રેડ પર ફરજ બજાવે છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="99026,99027,99028,99029"]

એટલું જ નહીં વિદ્યાર્થીઓને દેશની જુદી જુદી ફોર્સિસની માહિતી મળી રહે તે માટે આર્મ ફોર્સિસ વિંગ દ્વારા સતત જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. જે દરમિયાન તાજેતરમાં ભારતીય વાયુસેનામાં નોકરીની તકોને લઇને સ્કોર્ડન લીડર એશ્વર્યા જોષીના ખાસ વ્યક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ભારતીય નેવીમાં નોકરીની મબલખ તકો વિષે વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડ રીક્રુટમેન્ટ ઓફિસર કેપ્ટન જેકે ચૌધરી દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ભારતીય સેનામાં ફરજ બજાવવાનું મહત્વ સમજાવવા માટે તાજેતરમાં કેમ્પસ ખાતે ભારતીય વાયુ સેનાના ન્ં એસ ફારૂકના વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં ભારતીય વાયુસેના દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. તે દિવસે ભારતીય વાયુસેનાના જુદા જુદા વિભાગના ઓફિસર્સ દ્વારા કેમ્પસની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઉપરાંત તેમને મુઝંવતા પ્રશ્નોના યોગ્ય ઉત્તર પણ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ભારતીય વાયુ સેનામાં જોડાવવા માટે પ્રેરીત થઇ શકે. તેની સાથે અધિકારીઓ દ્વારા તેમને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

આર્મ ફોર્સિસ વિંગ હેઠળ યુનિવર્સિટી દ્વારા ડાયરેક્ટર અને ડેપ્યુટી ડારેયક્ટરની ખાસ નિમણુંક કરવામાં આવી છે. જેમાં ડાયરેક્ટર તરીકે કમાન્ડર સંજય શર્મા જ્યારે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કેપ્ટન સંતોષ ધીમનને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કમાન્ડર સંજય શર્માએ ભારતીય આર્મ ફોર્સિસમાં ૩૩ વર્ષનો બહોળો અનુભવ છે. તેમજ તે બાદ સિક્યુરીટી, ઇન્ટેલીજન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ૨૭ વર્ષનો અનુભવ છે. જ્યારે કેપ્ટન સંતોષ ધીમન માર્ચ ૧૯૯૬થી સપ્ટેમ્બર ૧૯૯૮ દરમિયાન ઇન્ડિયન મિલેટ્રી એકેડમી દેહરાદુન ખાતે ઇન્સટ્રક્ટર, ઓક્ટોબર ૧૯૯૮થી દિડસેમ્બર ૧૯૯૯ દરમિયાન એચક્યુ ૩૫૦ ઇન્ફન્ટ્રી બ્રીગેડ જલંધર ખાતે એજ્યુકેશન ઓફિસર અને જાન્યુઆરી ૨૦૦૦થી ડિસેમ્બર ૨૦૦૨ સુધી એચક્યુ ૩૫૦ ઇન્ફન્ટ્રી બ્રીગેડ દિલ્હી ખાતે એજ્યુકેશન ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આર્મ ફોર્સિસ વિંગના બન્ને અધિકારીઓેને દેશની સેનાનો બહોળો અનુભવ હોવાથી તેઓ વિદ્યાર્થીઓને દરેક પ્રકારની ટ્રેનિંગ આપવા માટે સક્ષમ છે.

વિદ્યાર્થીઓને આર્મ ફોર્સિસ માટે તૈયાર કરવા શું શિક્ષણ અપાય છે?

ડિગ્રી એન્જનિયરિંગ ઉપરાંત અન્ય ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેશની સેનામાં જોડાવવા માટે શું જરૂરી છે. તે આર્મ ફોર્સિસ વિંગ દ્વારા કેટલાક ખાસ મુદ્દાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના માનવીય સિંધ્ધાતો અને ખ્યાલનું પરીક્ષણ કરવા માટે નૈતિકતા આધારીત પરીક્ષા ઉપરાંત વિદ્યાર્થીઓની નિર્ણાયક વિશ્લેષણાત્મ કુશળતાને ચકાસવા માટે ખાસ પરીક્ષા લેવામાં આવે છે.

તે ઉપરાંત ઓફિસર ઇન્ટેલીજન્સ રેટીંગ, પીક્ચર પ્રીસેપ્શન ટેસ્ટ, ગ્રુપ ડિસક્શન અને સાયકોલોજીકલ ટેસ્ટ પણ લેવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓમાં એક બીજા સાથે કામ કરવાની તેમજ બધાને સાથે લઇને આગળ વધવાની ભાવના ઉજાગર કરવા માટે ગ્રુપ ડિસક્શન તેમજ ગ્રુપ પ્રોગ્રેસીવ ફિજીલ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેની સાથે યુનિવર્સિટી એન્ટ્રી સ્કીમ અને એસએસબી હેઠળ આર્મ ફોર્સિસમાં જોડાવવા માટે વિદ્યાર્થીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને ઇએમઇ અને એરફોર્સ સ્ટેશનની મુલાકાતે પણ લઇ જવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓમા ડિસીપ્લીન, સજાગતા, શીસ્તતામાં ખુબ જ વધારો થાય છે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં કોઇ પણ પરિસ્થિતીમાં સતત આગળ વધવા માટે તૈયાર થાય છે.

યુનિવર્સિટીમાં૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રોજ પણ આર્મ ફોર્સિસમાંથી અધિકારીઓેને આમંત્રીત કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરે અને તેમને આર્મ ફોર્સિસમાં જોડાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપે છે.

Next Story