Connect Gujarat
ગુજરાત

પાલનપુર : કેમિકલથી કેળા પકવતા વેપારીઓના ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

પાલનપુર : કેમિકલથી કેળા પકવતા વેપારીઓના ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
X

પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજે જૂના ગંજબજારમાં કેળાના ગોડાઉન ઉપર રેડ કરી હતી અને બિન આરોગ્યપ્રદ કેળાનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે આ ગોડાઉનમાં કેળા કેમિકલથી પકવતા હોવાની બુમરાડ ઉઠી હતી. ત્યારે ફૂડ વિભાગે અહીંયા આજે દરોડા પાડ્યા તેને દરોડામાં કેમિકલ સહિતની જે કેળા પકવવાની સામગ્રી હોય છે એ પણ જપ્ત કરી હતી. અને આ કેળાના જે ગોડાઉનના સંચાલકો હતા એમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

પાલનપુર શહેરમાં કેમિકલ યુક્ત કેળા પકવવાનું જાણે પરવાનો મળી ગયો હોય તેમ ઠેર ઠેર કેમિકલથી કેળા પકવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને ફૂડ અધિકારીની તપાસમાં આ કેમિકલ એટલી હદે ખતરનાક હતું કે લોકોના ગાલ છોલાઈ જાય અને મોઢામાં પણ બળતરા થાય એવું કેમિકલ હતું ત્યારે ફૂડ વિભાગે અત્યારે તો કેળાનો જથ્થો જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story