Connect Gujarat
સમાચાર

પાલેજમાં મેઘમહેર થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી

પાલેજમાં મેઘમહેર થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી
X

પાલેજ માં લાંબા વિરામ બાદ સોમવાર ના દિવસે મેઘરાજ એ ધમાકે દાર રી એન્ટ્રી કરી હતી,અને વરસાદ ના આગમન સાથેજ રાહદારીઓ અને વાહન ચાલકો માં દોડધામ મચી ગઈ હતી.

e751fdd0-9a71-4173-9042-ffa7df8bb34c

છેલ્લા કેટલાક દિવસોથી હાથતાળી આપી રહેલા મેહુલીયાએ સોમવારના રોજ હેત વરસાવતા પાલેજના નગરજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.લોકોની પ્રાર્થના કુદરતે સાંભળી લીધી હોય એમ સોમવારે સવાર થી જ નગરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશમાં મેઘાવી માહોલ ઉભો થતા કાળા ડિબાંગ વાદળો ની ફોજ સાથે વરસાદ તૂટી પડતા રાહદારીઓ અને વાહન ચાલકો માં દોડધામ મચી ગઈ હતી,અને વરસાદ થી બચવા માટે ની જગ્યા શોધવા લાગ્યા હતા.ઉપરાંત વાતાવરણ માં ઠંડક પ્રસરી જતા લોકોએ બફારા થી રાહત અનુભવી હતી.

Next Story