Connect Gujarat
ગુજરાત

પાલેજ - નારેશ્વર માર્ગ પર સારી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર

પાલેજ - નારેશ્વર માર્ગ પર સારી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, આરોપીઓ ફરાર
X

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પુરતી જ સિમિત રહી ગઇ હોય એમ લાગી રહ્યું છે. જેની સાબિતી ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જંગી જથ્થા પુરવાર કરી રહ્યા છે. પાલેજ - નારેશ્વર માર્ગ ઉપર આવેલા સારીંગ ગામ પાસેથી કરજણ પોલીસે સોળ લાખ રૂપિયા ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસ મોટો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપીઓ અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.

પોલીસ સુત્રિય માહિતી અનુસાર ગત રાત્રિના કરજણ પોલીસ મથકનો પોલીસ સ્ટાફના વલણ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે એક આઇશર ટેમ્પો નંબર એમ એચ - ૦૪ - જી આર - ૮૧૦૨ માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આઇશર ટેમ્પો પાલેજ - નારેશ્વર માર્ગ તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે કરજણ પોલીસ મથકના સ્ટાફના માણસો સારીંગ ગામની સીમમાં આવેલા ભૂખી નાળા ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતા.

દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને પોલીસે રોકવાની કોશિશ કરતાં ટેમ્પો ચાલકે સારીંગ ગામ તરફ ટેમ્પો ભગાડી સારીંગ ગામની નવીનગરી નજીક કાચા રસ્તા તરફ વળી જઇ ટેમ્પો મૂકી અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પોની સઘન તલાશી લેતા ટેમ્પોમાંથી કુલ નાની મોટી બોટલ નંગ ૪૨૨૪ કિંમત રૂપિયા ૧૬,૮૯,૬૦૦ તથા ફેસલ ટેમ્પો કિંમત રૂપિયા દસ લાખ ગણી કુલ રૂપિયા ૨૬,૯૦,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ જનાર તોહમતદારો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં નશાબંધી સુધારા વટહુકમની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story