Connect Gujarat
ગુજરાત

પાલેજ પાસે ટ્રક માંથી ક્લીનર રોડ પર પટકાતા મોતને ભેટ્યો

પાલેજ પાસે ટ્રક માંથી ક્લીનર રોડ પર પટકાતા મોતને ભેટ્યો
X

પાલેજ નેશનલ હાઇવે નંબર 8 પરથી પસાર થઇ રહેલી એક ટ્રકની કેબિનનો દરવાજો ખુલી જતા ટ્રકમાં બેઠેલો કલિનર ફંગોળાઇ ગયો હતો, અને રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.

તારીખ 9મીની રાત્રે અાશરે 9:30 વાગ્યાની અાસપાસ ને.હા.નં 8 પરથી પસાર થઇ રહેલી ટ્રકનાં ચાલકે ટ્રકને પુરઝડપે હંકારી પાલેજ ઓવરબ્રિજ પરથી વળાંક લેવા જતા ટ્રકનાં ક્લીનર તરફનો દરવાજો ખુલી ગયો હતો,અને ટ્રકમાં બેઠેલા ક્લીનર કનુભાઇ ભીખાભાઇ તરાર રહે. શામળપુર તા. ભિલોડા જી. સાંબરકાંઠા ચાલુ ટ્રક માંથી ફંગોળાઇ જતા તેઓને થયેલી ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યુ હતુ.

ઘટનાની જાણ પાલેજ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી આવીને તપાસ શરુ કરી હતી.

Next Story