Connect Gujarat
ગુજરાત

પાલેજ પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા ઇન્સ્પેક્શન કરાયું.

પાલેજ પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા ઇન્સ્પેક્શન કરાયું.
X

પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ગુરૂવારના આજરોજ સાંજે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઇન્સ્પેક્શન કરાયું હતું. જે અંતર્ગત જીઆઇડીસી સ્થિત કે.પી.એસ.ઇન્ટરનેશનલ સ્કૂલના મેદાનમાં પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.રાઠોડ સહિતના પોલીસ સ્ટાફની પરેડ યોજાઇ હતી. આયોજિત પોલીસ પરેડનું જિલ્લા પોલીસ અધિક્ષકે નિરીક્ષણ કરી પોલીસ જવાનોની સલામી જીલી હતી.

પરેડ કાર્યક્રમના સમાપન પછી જિલ્લા પોલીસ અધિક્ષકે પાલેજ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. પોલીસ મથકની કામગીરી વિશે નગરના નાગરીકો સાથે પરામર્શ કર્યો હતો. નગરના ટ્રાફિક, પોલીસની કામગીરી, સ્ટાફ બાબતે નગરના આગેવાનો સાથે વિસ્તૃત છણાવટ સાથે ચર્ચા કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે નગરના આગેવાનોને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ સહકારની ખાત્રી ઉચ્ચારી હતી. નગરમાં હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના લોકો વચ્ચે કોમી એક્તા, ભાઇચારો તેમજ સોહાર્દની ભાવના જળવાઇ રહે એ માટે ખાસ અપીલ પણ કરી હતી. કાર્યક્રમના અંતમાં નગરના આગેવાનો સહિત નાગરિકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો. આયોજિત ઇન્સ્પેકશનના કાર્યક્રમમાં પાલેજ પંચાયતના સદસ્ય સલીમ વકિલ, તાલુકા પંચાયત સદસ્ય મોહસીન પઠાણ તેમજ નગરના હિંદુ - મુસ્લિમ સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story