Connect Gujarat
ગુજરાત

પીએમ મોદીએ અબુ ધાબીમાં BAPS મંદિરનાં પ્રોજેક્ટનો વિડીયો કોન્ફરન્સ થી શિલાન્યાસ કર્યો

પીએમ મોદીએ અબુ ધાબીમાં BAPS મંદિરનાં પ્રોજેક્ટનો વિડીયો કોન્ફરન્સ થી શિલાન્યાસ કર્યો
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનાં પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. જે બાદ તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયનાં લોકોને સંબોધન કર્યુ હતુ.

યુએઇ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 55,000 વર્ગ મીટર જમીન આપી હતી. પીએમ મોદી 2015માં યુએઈ મુલાકાતે ગયા ત્યારે આ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી. અલ વાકબા નામની જગ્યા પર આ મંદિરનું નિર્માણ થશે. જે અબુ ધાબીથી 30 મિનિટનાં અંતરે છે. મંદિર બનાવવાનું અભિયાન ચલાવનારા બીઆર શેટ્ટી અબુ ધાબીનાં જાણીતા ભારતીય કારોબારી છે. તેઓ યુએઇ એક્સચેન્જ નામની કંપનીનાં એમડી અને સીઈઓ છે.

પીએમ મોદીનો આ બીજો યુએઈ પ્રવાસ છે. આ પહેલા તેઓ 2015માં યુએઇ મુલાકાતે ગયા હતા. 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો તે પ્રથમ યુએઈ પ્રવાસ હતો. અહીંયા આશરે 30 લાખ ભારતીય પ્રવાસીઓ રહે છે.

યુએઈ દ્વારા ભારતમાં આશરે 8 અબજ ડોલરનું એફડીઆઈ કરવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન ભારત-યુએઇ કારોબાર આશરે 32 અબજ ડોલરનો હતો.

પીએમ મોદીએ અબુ ધાબીનાં ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સશસ્ત્ર દળનાં ઉપકમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયલ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે 5 એમઓયુ પણ થયા હતા.

Next Story