Connect Gujarat
દુનિયા

પીએમ મોદી G20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા, શિંજો આબે સાથે કરશે મુલાકાત

પીએમ મોદી G20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા, શિંજો આબે સાથે કરશે મુલાકાત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું. પોતાની સરકારની બીજી ઇનિંગ્સમાં પીએમ મોદીની આ પહેલી મોટી કૂટનીતિક મુલાકાત છે. જાપાનના ઓસાકામાં ગુરૂવારથી જ દુનિયાના સૌથી શક્તિશાળી 20 દેશોનું સંમેલન શરૂ થઇ ગયું છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="100769,100770,100771"]

પીએમ મોદીનું ઓસાકા એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરાયું. ત્યાં હાજર લોકો મોદી-મોદીની સાથે ભારત માતાની જય અને વંદેમાતરમના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત બાદ સાડા ત્રણ વાગ્યે ભારતીય સમુદાયના લોકોને મળશે. જી-20 સમિટ માટે રવાના થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ, ડિજિટાલાઇઝેશન અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર ખાસ જોર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન મોદી સિવાય ચીન અને રૂસના નેતા જી 20 શિખર સંમેલનમાં મુલાકાત કરશે અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘સંરક્ષણવાદી’ વેપાર નીતિનો મુકાબલો કરવાની રીત પર ચર્ચા કરશે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની 28-29 જૂનના રોજ ઓસાકામાં શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જતા પહેલાં ચીનના સહાયક વિદેશ મંત્રી ઝાંગ જુનએ કહ્યું કે જિનપિંગ, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે બેઠકમાં મુલાકાત કરશે.

Next Story