Connect Gujarat
દેશ

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના નિધનમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર,

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીના નિધનમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર,
X

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે

93 વર્ષની વયે પૂર્વ PM અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે. વાજયેપીએ આજે સાંજે 5.05 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. 11 જૂને AIIMSમાં દાખલ કરાયા હતા. આજે રાતે અટલજીના નિવાસ સ્થાને જ તેમનો નશ્વરદેહ રાખવામાં આવ્યા છે . સરકારે અટલ બિહારીના નિધનને ધ્યાનમાં રાખી શોક જાહેર કર્યો છે.

આવતી કાલે શુક્રવારે સવારે 9 કલાકે વાજપેયીના નશ્વરદેહને ભાજપ કાર્યાલય ખાતે દર્શનાથે મુકાશે. બપોરે 1.30 કલાકે અટલજીની અંતિમયાત્રા નીકળશે. ત્યાર બાદ આવતી કાલે સાંજે 5 કલાકે દિલ્હીમાં યમૂના નદીના કિનારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજઘાટ પાછળ અટલ બિહારી વાજપેયીની સમાધિ પણ બનાવવામાં આવશે.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને લઈને કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આજથી એટલે જે 16 ઓગષ્ટથી લઈને 22 ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો.તેવી જ રીતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. દેશ અને વિદેશમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

તો વાજપેયીના નિધનના પગલે રાજધાની દિલ્હીમાં આવતી કાલે રજા જાહેર કરવામાં આવી છે.

Next Story