Connect Gujarat
સમાચાર

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બારમાં દિવસે પણ નોંધાયો ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બારમાં દિવસે પણ નોંધાયો ઘટાડો
X

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં હવે સતત બારમાં દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજની સ્થિતિએ પેટ્રોલ 79.75 રૂપિયા અને ડીઝલ 73.85 રૂપિયા પ્રતિ લિટરે મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 85.24 રૂપિયા અને ડીઝલ 77.40 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. રવિવારે પણ પેટ્રોલ અન ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.

Next Story