Connect Gujarat
સમાચાર

પેરાઓલિમ્પિકમાં ભારતના મરિયપ્પને જીત્યો ગોલ્ડ મેડલ

પેરાઓલિમ્પિકમાં ભારતના મરિયપ્પને જીત્યો ગોલ્ડ મેડલ
X

બ્રાઝિલની રાજધાની રિયો ડી જનેરોમાં આયોજીત પેરા ઓલિમ્પિક ગેમ્સમાં શુક્રવારે પુરૂષોની ટી42 હાઇ જમ્પમાં ભારતના મરિયપ્પને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મરિયપ્પન તમિલનાડુના સેલમ જિલ્લાના પેરિયાવાદાગામપટ્ટી ગામના રહેવાસી છે. તેમની માતા સાઇકલ પર શાકભાજી વેચી તેમજ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. મરિયપ્પનના પિતાનું એક દશક પહેલાં જ મોત થઇ ગયું હતું.

પરંતુ મરિયપ્પનની માં એ તેને હંમેશા સપોર્ટ કર્યો. મરિયપ્પને શાળા અને કોલેજ સ્તરે ઘણાં મેડલ જીત્યા હતા. મરિયપ્પને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી છે.

પેરાઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કરનાર મરિયપ્પન જ્યારે માત્ર પાંચ વર્ષના હતા ત્યારે એક બસે ટક્કર મારી હતી. આ દુર્ઘટના બાદ તેમનો એક પગ હંમેશા માટે નકામો થઇ ગયો હતો.

Next Story