Connect Gujarat
દુનિયા

પેરિસમાં યોજાઇ રહ્યો છે ફ્રેન્ચ યુરોપિયન ઇન્ડિયન ફેશન વીક

પેરિસમાં યોજાઇ રહ્યો છે ફ્રેન્ચ યુરોપિયન ઇન્ડિયન ફેશન વીક
X

ફ્રેન્ચ યુરોપિયન ઇન્ડિયન ફેશન વીકમાં ભારતના 15 અને વિશ્વના અન્ય ડિઝાઇનરો વિશ્વની સાત અજાયબીઓમાંના એક એફિલ ટાવર ખાતે તેમની ક્રિએટીવીટી સાથે એકઠા થશે.

ભારતમાંથી રોકી એસ, નિદા મેહમુદ, પૂનમ ભગત, નરેન્દ્ર કુમાર, મંદિરા વિર્ક, મધુ જૈન, કનિકા સલુજા, અસા કઝીન્ગમેઇ, મયુર ગિરોત્રા, સાહિલ અનેજા, નિત્યા બજાજ બિરલા, સિદ્ધાર્થ ટેટલર, કરિશ્મા જુમાની અને ખુશી ઝેડ. જેવા ડિઝાઇનરો ભાગ લઇ રહ્યા છે. FEIFWના પ્રમુખ સતીશ રેડ્ડીએ આઇએનએસ સાથેની વાત ચીતમાં જણાવ્યું હતું કે પેરિસ, સાઉથ આફ્રિકા, લંડન અને અન્ય કેટલાક સ્થળોએથી પણ ડિઝાઇનરો આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે.

રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને ગૌરવ અપાવવા માટે કંઇક અલગ કરવાનો આ પ્રયાસ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇવેન્ટનો મુખ્ય હેતુ ભારતના ડિઝાઇન ટેલેન્ટનો પેરિસના ક્રિએટીવ માઇન્ડ સાથે સંવાદ સાધવાનો છે.

રેડ્ડીએ ઉમેર્યું કે યુરોપ માટે ભારત એક વિશાળ માર્કેટ છે. ભારતમાં પણ યુરોપિયન બ્રાન્ડની માંગ રહે છે. જ્યારે ભારતીયો પણ યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા ઇચ્છે છે. તે તરફનો આ એક પ્રયાસ છે.

રેડ્ડી FEIFWને વાર્ષિક ઇવેન્ટ બનાવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. તેમજ તેઓ ફેબ્રુઆરી 2017માં વેલેન્ટાઇન ડે પર એક આવા જ ફેશન ઇવેન્ટનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છે.

Next Story