Connect Gujarat
ગુજરાત

પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના 7 વર્ષીય પૌત્રના અવસાનથી પરિવાર શોક મગ્ન

પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના 7 વર્ષીય પૌત્રના અવસાનથી પરિવાર શોક મગ્ન
X

પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના 7 વર્ષીય પૌત્રનું દુઃખદ અવસાન થતા પરિવારજનો ઘેરા આઘાતમાં સરી પડયા છે.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર સ્વ.કલ્પેશ રાદડિયાના 7 વર્ષીય પુત્ર રાહી છેલ્લા ઘણા સમયથી બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડાતો હતો,તેની સઘન સારવાર બાદ પણ રાહીના સ્વાસ્થ્યમાં કોઈજ સુધારો નથતા રાજકોટની હોસ્પિટલમાં રાહીએ અંતિમ શ્વાસ લીધા હતા.

રાહીના અવસાનથી રાદડિયા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.ઉલ્લેખનીય છે કે રાહીના પિતા કલ્પેશ રાદડિયાનું 28 વર્ષની ઉંમરમાં 11 જાન્યુઆરી 2014માં દુઃખદ અવસાન થયુ હતુ.

Next Story