Connect Gujarat
સમાચાર

પોરબંદરની એક કંપનીને તાળા વાગતા ૧૨૦૦ જેટલા કામદારો રાતોરાત બેકાર

પોરબંદરની એક કંપનીને તાળા વાગતા ૧૨૦૦ જેટલા કામદારો રાતોરાત બેકાર
X

કામદારોની રોજગારી પર લાગ્યો મોટો ફટકો

પોરબંદરની જાણીતી ઓરિએન્ટ એબ્રેસીવ ફેકટરી મેનેજમેન્ટ અને કામદારોના વિવાદના કારણે તેને આજથી લોકઆઉટ કરી દેવામાં આવી છે.

પોરબંદમાં વર્ષોથી લોખંડ એમ્બ્રિ બનાવતી ફેકટરીમાં ઘણા સમયથી મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે અનેક માંગણીઓને લઇને ઘર્ષણ ચાલતું હતું. જેમાં ગઈ રાતે ફેક્ટરીના મેનેજમેન્ટ દ્વારા ફેકટરી બહાર નોટિસ મારી બંદ કરી દેવામાં આવી હતી.

મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે બે વર્ષમાં લગભગ ૨૮ વખત ૩૩ માંગણીઓની ચર્ચાઓ પડી ભાંગી હતી. જેને કારણે આજે વહેલી સવારે ફેકટરી લોકઆઉટ થતા ૧૨૦૦ થી વધુ કામદારો બેરોજગાર બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ફેક્ટરીના કામદાર યુનિયનના પ્રમુખ હિતેશ મોકરિયાએ જણાવ્યું કે, આજે અમને કામદારોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, તેમજ અમને ફેક્ટરીમાં પણ જવા દેવાયા ન હતા.

આમ, પોરબંદરની એક કંપનીને તાળા વાગતા ૧૨૦૦ જેટલા કામદારો રાતોરાત બેકાર થઈ ગયા છે. અને જો મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે સમાધાન નહિ થાય તો પોરબંદરની બેકારીમાં વધારો થશે તેવી શક્યતા છે.

Next Story