Connect Gujarat
ગુજરાત

પોર ગામનું પવિત્ર યાત્રાધામ બળિયાદેવ મંદિર ખંડેર  હાલતમાં, તંત્રની બેદરકારી 

પોર ગામનું પવિત્ર યાત્રાધામ બળિયાદેવ મંદિર ખંડેર  હાલતમાં, તંત્રની બેદરકારી 
X

અધિકારીઓ કહે છે હાલમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કામમાં રોકાયેલા છીએ

વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ પોર બળિયાદેવ મંદિરની છેલ્લા બે માસથી રીનોવેશનની કામગીરી બંધ હાલતમાં છે. આવનારા દિવસોમાં ચૈત્ર મહિનો આવતો હોય ત્યારે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે. પોર ખાતે આવેલા બળિયાદેવ મંદિરના દુર- દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. બળિયાદેવ મંદિરની રીનોવેશનની કામગીરી અટકી જતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

કેટલાક સમયથી રીનોવેશન કામગીરી ચાલુ ન થતા પોર બળિયાદેવ મંદિર આવતા દર્શનાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ તો પોર બળિયાદેવ મંદિર ખંડિત હાલતમાં જોવા મળી રહ્યું છે અને હાલમાં પોર બળિયાદેવ મંદિરે કોઈપણ જાતની સુવિધાઓ નથી.

તંત્રની ઉદાસીનતાના કારણે આજે મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. અને ક્યાં રાજકીય નેતાને પોર બળિયાદેવ મંદિર બનાવામાં રસ નથી ? અને ક્યાં રાજકીય નેતા બળિયાદેવ મંદિર કામગીરી માં રુકાવટ કરે છે ? એવી પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

આ બાબતે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા બાંધકામ સમિતિમાં મિટિંગ રાખવામાં આવી હતી.અને તેમને 10 દિવસમાં મંદિરનું કામ ચાલુ થઈ જશે તેવી તેઓના દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું હાલ અમે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામગીરીમાં રોકાયેલા છે.

આ બાબતે મંદિરના પૂજારી દિલીપભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આ મંદિરનું કામ બે મહિનાથી બંધ છે અને મંદિર નું કામ બંધ હોવાને કારણે અમને તકલિફ પડે છે અને આવતા શ્રદ્ધાળુઓને પણ ઘણી તકલીફ વેઠવાનો વારો આવે છે.

Next Story