Connect Gujarat
ગુજરાત

પોર નજીક સલાડ ગામે આવેલી અજિતપુરા ગામની શાળામાં ભણતા બાળકો માટે નથી કો સુવિધા

પોર નજીક સલાડ ગામે આવેલી અજિતપુરા ગામની શાળામાં ભણતા બાળકો માટે નથી કો સુવિધા
X

1થી 5 ધોરણના વર્ગો ચલાવતી પ્રાથમિક શાળામાં માત્ર બે જ શિક્ષકો

જેને દેશની ભાવિ પેઢી કહેવામાં આવે છે તે બાળકોના શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. શાળા કે જે બાળકના સંસ્કારનું પ્રથમ સોપાન કહેવાય છે એ જ પાયો જો નબળો હોય તો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશે અનેક પ્રશ્નનાર્થો ઉભા થાય છે. આવો જ એક કિસ્સો વડોદરાના અજીતપુરા ગામની શાળાનો પ્રકાશમાં આવતા લોકો ચોંકી ઉઠ્યા છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="76946,76947,76948,76949,76950,76951,76952,76953,76954,76955"]

વડોદરા જિલ્લાના પોર સલાડ નજીક અજિતપુરા ગામ આવેલું છે. જ્યાં જે પ્રાથમિક શાળા આવેલી છે. એ શાળાની કનેક્ટ ગુજરાતે મુલાકાત લેતાં ખુબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. શાળામાં પ્રવેશદ્ધારના પટાંગણમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. આગળ જતાં શાળાની ઇમારત પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી હતી. જે જર્જરિત શાળામાં બાળકો જાનના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.

અજિતપુરા પ્રાથમિક શાળામાં બે વર્ગ અને એક થી પાંચ ધોરણ સુધી અભ્યાસ અપાય છે. જે પાંચ ધોરણો વચ્ચે માત્ર બે જ શિક્ષક ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. અજિતપુરા પ્રાથમિક શાળામાં માત્ર બે વર્ગ છે અને પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરે છે. પ્રથમ તો એ જ ખબર નથી પડતી આ પ્રાથમિક શાળા છે કે આંગણવાડી ? અજિતપુરા ગામની પ્રાથમિક શાળાની ઇમારત પણ જર્જરિત હાલતમાં છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાની થાય તો જવાબદાર કોણ એવી પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. તંત્ર શું કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે ? તેવી પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે.

પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણમાં સોળ બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ભણતા બાળકો શાળામાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. અજિતપુરા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલયની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. અજિતપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના જીવન સાથે ચેડા કરવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે.

શાળાના આચાર્યએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઠ માસથી આરઓ પ્લાન્ટ માટે રજુઆત કરી છે. શાળામાં શૌચાલય તૈયાર આપ્યું હતું. તે શૌચાલય જમીન ફોલ્ટ હૉવાથી જમીનમાં બેસી ગયેલું છે.

અજીતપુરા ગામમાં આવેલી શાળાની સંબંધિત અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાય તો જ શાળાની ખરી હાલત શું છે તે જાણવા મળે તેમ છે.

Next Story