Connect Gujarat
સમાચાર

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દર વર્ષે 100 બેરોજગારોને એન્જિનિયરિંગની તાલીમ

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દર વર્ષે 100 બેરોજગારોને એન્જિનિયરિંગની તાલીમ
X

સમગ્ર દેશમાં 2022 સુધી મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા સરકારી પ્રોજેક્ટમાં એન્જીનિયરિંગમાં કૌશલ્ય ધરાવતા 109 મિલિયન ઉમેદવારોની જરૂરિયાત ઉભી થશે. તે માટે કાઉન્સિલ દ્વારા AICTE ની માન્યતા પ્રાપ્ત કરેલી એન્જીનિયરિંગ અને પોલિટેકનિક કોલેજોને તેમના ઇન્ફાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કોલેજના ફાજલ સમયમાં કૌશલ્ય તાલીમ આપવા વિનંતી કરાઇ છે.

કાઉન્સિલે ટેકનિકલ ઇન્સિટ્યુટસ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના લોન્ચ કરી છે. જેમાં પસંદ કરાયેલી ઇન્સિટ્યુટસમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 બેરોજગારોને એન્જીનિયરિંગની તાલીમ આપવામાં આવશે.

તે માટે લાયકાત ધરાવતી ઇન્સ્ટિટ્યુશન્સે તેમની અરજી AICTE ના પોર્ટલ પર મોકલવાની રહેશે. અંતિમ પસંદગી સ્ટેટ લેવલની કમિટીની સૂચનાને આધારે NSC દ્વારા કરવામાં આવશે.

Next Story