Connect Gujarat
ગુજરાત

પ્રભુની કૃપા સુરત મુંબઈ વચ્ચે દોડશે હાઈસ્પીડ તેજસ ટ્રેન

પ્રભુની કૃપા સુરત મુંબઈ વચ્ચે દોડશે હાઈસ્પીડ તેજસ ટ્રેન
X

સુરત અને મુંબઈ વચ્ચે હાઈસ્પીડ તેજસ ટ્રેન દોડાવવા કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુએ જાહેરાત કરી છે, એપ્રિલ મહિનાથી શરૂ થઈ રહેલી આ ટ્રેન પ્રથમ તબક્કામાં લખનઉ થી આણંદ વિહાર વચ્ચે દોડશે, આ સાથે જ સુરતથી મુંબઈ વચ્ચે પણ દોડાવવા રેલમંત્રીએ રવિવારે જાહેરાત કરી હતી.

160 ની સ્પીડે દોડતી લકઝરીયસ તેજસ ટ્રેન સુરતથી મુબંઇ 2.30 કલાકમાં પહોંચાડી દેશે, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ મોડેલ બનાવવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર 15 મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતુ.

રેલમંત્રીએ ચેમ્બરના હોલમાંથી વિવિધ પ્રકલ્પોનું ઓનલાઇન ઉદ્દઘાટન અને ખાતમુહર્ત કર્યું હતુ. જેમાં ઢસા જેતલસર 105 કી.મી ના ગેજ રૂપાંતરણની રૂ. 644 કરોડની યોજના ગુજરાતમાં 42 કરોડના ખર્ચે બનનારા 35 રોડ અંડરબ્રિજ, વડોદરાના પ્રતાપનગર કારખાનામાં વેગનોના ઓવરહોલિંગ માટેની સુવિધાનો શિલારોપણ તેમજ મુસાફરોની સુવિધા માટે દિશા એપ્સ લોંચ કરાઈ હતી, ઉપરાંત ગાંધીધામમાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેગન ઓવરહોલીગ ડિપોનું લોકાર્પણ કરાયુ હતુ,આણંદ અને ગોધરા વચ્ચે નવી લાઈન નાખવા રૂ 650 કરોડના ખર્ચે જોગવાઈ થઈ છે તેમ જાણવા મળ્યુ હતુ.

Next Story