Connect Gujarat
ગુજરાત

પ્રસુતાની એબ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ બદલ કરાયું ૧૦૮ કર્મીનું સન્માન, જિલ્લા કલેકટરે પાઠવી શુભેચ્છા

પ્રસુતાની એબ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ બદલ કરાયું ૧૦૮ કર્મીનું સન્માન, જિલ્લા કલેકટરે પાઠવી શુભેચ્છા
X

ગત તારીખ ૨૮/૦૯/૨૦૧૮ના રોજ ભરૂચ શહેર ૧૦૮ એમ્બ્યુલન્સને દહેજ PHC દ્વારા એક લેબરપેઇનનો કેસ મળ્યો હતો. આ કેસ માળતાજ ભરૂચ શહેર ૧૦૮ અબ્યુલન્સના પાઇલોટ તથા ઈ.એમ.ટી પ્રીતિ ચણાવાલા ૧૦૮ એમ્બ્યુલન્સ લઈ દહેજ જવા રવાના થયા હતા. એમ્બ્યુલન્સ દહેજ પી.એસ.સી પહોંચી EMT પ્રીતિ ચણાવાલા દ્વારા સગર્ભાને તપાસી તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાગરા CHC લઈ જવા રવાના થયા હતા.

દરમિયાન રસ્તામાં આ મહિલાને અસહ્ય પ્રસુતિની પીડા ચાલુ થવા પામી હતી.આવા સંજોગોમાં ઈ.એમ.ટી પ્રીતિ ચણાવાલા દ્વારા તત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને રોડની એક સાઈડ પર ઉભી રાખી એમ્બ્યુલન્સના અમદાવાદ આવેલા કોલ સેન્ટર ખાતે બેઠેલા ડોકટરનો સંપર્ક કરી તેમની રાહબરી હેઠળ મહિલાની સફળ પ્રસુતિ ૧૦૮ એમ્બ્યુલન્સમાંજ કરાવી હતી.

આ બનાવ બાદ GVK ૧૦૮ એમ્બ્યુલ્સના ઉપરી અધિકારીઓ દ્વારા EMT પ્રીતિ ચણાવાલાના કામની સરાહન કરી અને સર્ટી સાથે મુમેન્ટૉ આપી તેમનું સન્માન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા દ્વારા પણ ટ્વીટ કરી ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સના EMT પ્રીતિ ચણાવાલાને શુભેચ્છા આપવામાં આવી હતી.

Next Story