Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ ખાતે ભોઇ સમાજની મહિલાઓ દ્વારા જલયાત્રા કાઢવામાં આવી

પ્રાંતિજ ખાતે ભોઇ સમાજની મહિલાઓ દ્વારા જલયાત્રા કાઢવામાં આવી
X

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે શિગોડા ભોઇ સમાજની મહિલાઓ દ્વારા મટકી યાત્રા (જલયાત્રા) કાઢવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે રહેતાં શ્રીમાળી શિગોડા ભોઇ સમાજની મહિલાઓ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ નોમના પ્રવિત્ર દિવસે મોટા માઢેથી ગાગર બેલડી જલયાત્રા કાઢવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="110847,110848,110849,110850,110851,110852,110853"]

મહિલાઓ સંતાન પ્રાપ્તિ અને કુટુંબના કલ્યાણ અર્થે તેવો માતાજીની બાધા રાખે છે અને શિગોડા ભોઇ સમાજ પાણી સાથે સંકળાયેલો છે. જેથી જળ દેવતાની તેઓ શ્રધ્ધા પૂર્વક પૂજા અર્ચના કરે છે અને માતાજીની બાધા પણ રાખતાં હોય છે. ત્યારે આ પવિત્ર દિવસે સમાજની મહિલાઓ મહાકાલી પાસે આવેલ મંદિરે એકઠાં થઇને આ દિવસે સમુહમાં માનેલ બાધા પૂર્ણ થતાં અને જલ દેવની પુજા માટે માથે બેડામૂકી ઢોલ નગારા સાથે પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થઇ જલયાત્રા નેશનલ હાઈવે આઠ શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે જઈને જલયાત્રા સમાપન કરવામાં આવે છે.

Next Story